Not Set/ પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ પત્નીને બચાવી, પતિની શોધખોળ ચાલુ

ભરૂચ, ભરૂચના નર્મદા નદી પરના સરદાર બ્રિજ પરથી પતિ-પત્નીએ મોતની છલાંગ મારી હતી. પતિ પત્નીને નદીમાં કુદતા જોઈ સ્થાનિકો તેમને બચાવા નદીમાં ઉતર્યા હતા. સ્થાનિકો દ્વારા પત્નીને બચાવી લેવામાં આવી હતી ત્યારે પતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હાલ મહિલાને સારવાર અર્થે ભરૂચની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાનું એક દંપતી આજે શનિવારે […]

Top Stories Gujarat Trending
bharuch bridge પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ પત્નીને બચાવી, પતિની શોધખોળ ચાલુ

ભરૂચ,

ભરૂચના નર્મદા નદી પરના સરદાર બ્રિજ પરથી પતિ-પત્નીએ મોતની છલાંગ મારી હતી. પતિ પત્નીને નદીમાં કુદતા જોઈ સ્થાનિકો તેમને બચાવા નદીમાં ઉતર્યા હતા.

સ્થાનિકો દ્વારા પત્નીને બચાવી લેવામાં આવી હતી ત્યારે પતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હાલ મહિલાને સારવાર અર્થે ભરૂચની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરાનું એક દંપતી આજે શનિવારે અષાઢી બીજના દિવસે સવારના સમય ભરૂચ પરના સરદાર બ્રિજ પર આવ્યું હતું. જ્યાંથી બંને દંપત્તીએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, પુલ પરથી પસાર થતા લોકો જોઇ જતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરોની ટીમ સાથે સ્થાનિક દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.