અકસ્માત/ સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ

સમગ્ર ઘટના દરમિયાન બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલા અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ….

Gujarat Surat
કરુણ મોત

સુરતમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માત દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત ઓલપાડ કીમ રાજ્ય ધોરી માર્ગ પર ભાદોલ ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો : રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

મળતી માહિતી અનુસાર, એક બળદ રોડ પર જઈ રહ્યો હતો અને આ બળદ સાથે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો  અને ત્યાર બાદ બાઈક ચાલક રોડ પર પટકાઈ ગયો. તે જ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકે બાઈક ચાલકને જીવતો જ કચડી નાંખ્યો હતો અને એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જેમાં આ સમગ્ર ઘટના દરમિયાન બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલા અન્ય એક યુવક ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક પણે નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો :સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યું મોતને વ્હાલું

પોલીસે સીસીટીવીના આધારે આ મામલે ગુનો દાખલ કરી આજાણ્યા ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ યુવાન પણ પોતાની મોટર સાઇકલ બેફામ ગતિએ ચલાવતો હશે તેવું જણાઈ રહ્યું છે. જોકે ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા સમયે ધ્યાન નહીં રાખતા આ અકસ્તામ થયો હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું બાઈક લગભગ 30-40 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. જ્યારે યુવાન ટક્કર થતાની સાથે ફંગોળાઈ ડિવાઈડરે ભટકાયો હોવાનું સીસીટીવીમાં જણાઈ રહ્યું છે. આ અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો : સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બેઠક

બે દિવસ પહેલા જ અન્ય એક બનાવમાં સુરતના કામરેજના કઠોદરા પાસે અકસ્માત સ્થળ પર મોબાઈલની ટોર્ચથી દિશા બતાવતા ડ્રાઈવરને અન્ય ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના અકોલામાં રહેતો યોગેશ મારૂતી પથવે ટેમ્પોમાં ફૂલો ભરી તા.21-9-21ની રાત્રે અકોલાથી નીકળી સુરત માકેટમાં ફુલ નાંખવા નીકળ્યો હતો. આ દરમિયાન હાઇવે પર કઠોદરા પાટીયાથી કઠોદરા તરફ જતાં રસ્તા પર મળસ્કે 4.30 વાગે રોડ સાઇડે પલટી મારી ગયો હતો.

આ પણ વાંચો : પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની હકાલપટ્ટી