Not Set/ ‘પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ માટે સજ્જ છે’ – નવાઝ ની શેખી

ભારતની ર્સિજકલ સ્ટ્રાઈક બાદ આઘાતમાં સરી પડેલા પાકિસ્તાની નેતાઓ અને વડાપ્રધાન હજી પણ શેખી છોડતા નથી. મંગળવારે પાકિસ્તાનમાં યોજાયેલી નેશનલ સિક્યોરિટીની મિટિંગમાં વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની જાતને સક્ષમ જાહેર કરવા હવાતિયાં માર્યા હતા. તેમણે પોતાના ડઘાઈ ગયેલી સેના અને પ્રજામાં જુસ્સો ભરવા વામણા પ્રયાસ કર્યા હોય તેમ જણાતું હતું. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની સેના ભારત […]

World

ભારતની ર્સિજકલ સ્ટ્રાઈક બાદ આઘાતમાં સરી પડેલા પાકિસ્તાની નેતાઓ અને વડાપ્રધાન હજી પણ શેખી છોડતા નથી. મંગળવારે પાકિસ્તાનમાં યોજાયેલી નેશનલ સિક્યોરિટીની મિટિંગમાં વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની જાતને સક્ષમ જાહેર કરવા હવાતિયાં માર્યા હતા. તેમણે પોતાના ડઘાઈ ગયેલી સેના અને પ્રજામાં જુસ્સો ભરવા વામણા પ્રયાસ કર્યા હોય તેમ જણાતું હતું. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ માટે સજ્જ છે. નવાઝ શરીફે વધુમાં જણાવ્યું કે, માત્ર પાકિસ્તાની સેના જ નહીં, દરેક પાકિસ્તાની યુદ્ધ માટે તૈયાર છે. પાકિસ્તાનના નાગરિકો તેમના જવાનોને દરેક મોરચે મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાની સેના કોઈપણ પ્રકારના ખતરા અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ છે