Not Set/ અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

અમીરોની શેરીઓ તો તમે ઘણી જોઇ હશે પણ આવી શેરી ભાગ્યેજ તમે સાંભળી હશે કે જોઇ હશે. આ વિસ્તારમાં રહેતા તમામ વ્યક્તિઓ પાસે પોતાનું એક પ્રાઇવેટ પ્લેન છે. એટલું જ નહી અહીના લોકો પોતાની ઓફિસ અને પોતાના કામ માટે કારને બદલે પ્લેનનો ઉપયોગ કરે છે. આ છે અમેરીકાના કેલીફોર્નિયામાં આવેલું હવાઇ શહેર કેમરોન એરપાર્ક એસ્ટેટ. […]

World Trending Uncategorized
plane અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

અમીરોની શેરીઓ તો તમે ઘણી જોઇ હશે પણ આવી શેરી ભાગ્યેજ તમે સાંભળી હશે કે જોઇ હશે. આ વિસ્તારમાં રહેતા તમામ વ્યક્તિઓ પાસે પોતાનું એક પ્રાઇવેટ પ્લેન છે. એટલું જ નહી અહીના લોકો પોતાની ઓફિસ અને પોતાના કામ માટે કારને બદલે પ્લેનનો ઉપયોગ કરે છે. આ છે અમેરીકાના કેલીફોર્નિયામાં આવેલું હવાઇ શહેર કેમરોન એરપાર્ક એસ્ટેટ. જ્યાં પ્લેનના માલિક હોવું એક કારના માલિક બરાબર છે.

plane 1 અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

આ વિસ્તારનો એક ટિકટોક વિડીયો ઝડપથી સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દરેક ઘરની આગળ એક વિમાન નજરે પડે છે. આ વિડીયો કેલીફોર્નિયાના હવાઇપાર્ક વિસ્તારનો છે. જેને સોશ્યલ મિડીયા યુઝર @thesoulflily એ TikTok પર અપલોડ કર્યો છે. વિડીયોમાં દેખાઇ રહ્યુ છે કે લગભગ તમામ શહેરવાસીઓ પાસે એક વિમાન છે. જેને તેઓ હેંગરમાં રાખે છે. બરાબર એવી રીતે જેવી રીતે અન્ય લોકો પોતાના ગેરેજમાં કાર મૂકે છે. જો કે આ વિડીયો ભારતમાં નથી જોવા મળતો. કારણ કે પાછલા વર્ષે ભારતમાં TikTok પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

plane 4 અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

આ વિસ્તારમાં વિમાનના માલિક હોવું એક કારના માલિક હોવા જેવી સામાન્ય વાત છે. વિડીયોમાં કોલોનીના રસ્તાઓ પર અને લોકોના મકાનોની સામે વિમાનો પાર્ક કરેલા જોવા મળે છે. આ વિસ્તારના રસ્તા ઘણા પહોળા છે. તેને આવા એટલા માટે બનાવાયા છે કારણ કે પાયલટ તેને નજીકના એરપોર્ટ સુધી જવા માટે ઉપયોગ કરી શકે.

plane 2 અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

તે ઉપરાંત રસ્તાના સંકેતો અને લેટરબોકસથી વિમાનની પાંખોને નુંકશાન ન પહોચે તે માટે તેને સામાન્ય ઉંચાઇ પર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહી રસ્તાના નામ પણ વિમાનો સાથે જોડાયેલા છે. કારણ કે અહીના લોકો કામ પર જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ કરે છે.

plane 3 અહી Car થી નહી Plane થી ઓફિસ જાય છે લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું પ્લેન

તમને જણાવી દઇએ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકાએ હવાઇસેવાને ખુબ પ્રાધાન્ય આપ્યું. અને દેશમાં ઘણા એરપોર્ટ પણ બનાવ્યા. તો પાયલટની સંખ્યા 1939 માં 34,000  હતી. જે 1946 માં 4,00,000 થી પણ વધારે થઇ ગઇ.