Not Set/ પાછલા 24 કલાકમાં સુરતમાંથી સામે આવ્યા 222 નવા કેસ, 9 લોકનાં કોરોનાએ લીધા જીવ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે અને આજે પણ એક દિવસમાં 1078 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાક સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરતમાં સામે આવ્યા છે. જી હા, સુરતમાં કોરોનાનાં અધધધ 222 નવા કેસ નોંધાયા છે. સામે આવતી વિગતો પ્રમાણે સુરતમાં આજે સામે આવેલા 222 કેસમાંથી સુરત સિટીમાં 179 કેસ નોંધાયા છે, […]

Gujarat Surat
4060711581469f410b0a2162ea30858c પાછલા 24 કલાકમાં સુરતમાંથી સામે આવ્યા 222 નવા કેસ, 9 લોકનાં કોરોનાએ લીધા જીવ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે અને આજે પણ એક દિવસમાં 1078 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાક સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરતમાં સામે આવ્યા છે. જી હા, સુરતમાં કોરોનાનાં અધધધ 222 નવા કેસ નોંધાયા છે.

સામે આવતી વિગતો પ્રમાણે સુરતમાં આજે સામે આવેલા 222 કેસમાંથી સુરત સિટીમાં 179 કેસ નોંધાયા છે, જ્યારે સુરત ગ્રામ્યમાં નવા 43 કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, સુરત જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15225 કેસ નોંધાયા છે. 

વાત કરવામાં આવે કોરોનાનાં કારણે થનાર મોતની તો આજે સામે આવેલા કુલ 225 મોતમાંથી સુરત જીલ્લામાં 9 લોકોનાં મોત નીપજ્યા છે. આજે મરણજનાર 9 લોકોમાંથી સુરત શહેરમાં 5 લોકોના મોત નીપજ્યા છે, તો સુરત ગ્રામ્યમાં 4 લોકોના મોત નીપજ્યા છે.  

રાજ્યમાં અત્યાર સુધીમાં 2654 લોકોનાં મોત નીપજ્યા છે અને 2654 મોતમાંથી અત્યાર સુધીમાં સુરત જીલ્લામાં 507 લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં 11440 લોકોએ સુરતમાં કોરોના સામેની લડાઇ જીતી લઇ સાજા થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews