Not Set/ પાટણ/ કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાનો આંક પહોંચ્યો 205 પર

પાટણ જીલ્લામાંથી આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. કોરોનાનો કહેર રાજ્યમાં સર્વત્ર વધતો જોવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ જીલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો આંક 205 પર પહોંચ્યો છે. જીલ્લાભરમાંથી કોરોનાનાં કેસ સામે આવતા જીલ્લા વહીવટ તંત્ર પણ ચિંતાતુર જોવામાં આવી રહ્યું છે.  આજે સામે આવેલા 6 કેસની વિગતો જોવામાં આવે તો, સિદ્ધપુરમાં 37 વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો […]

Gujarat Others
2bce5e845e36d3c236f23a3eb61f9018 પાટણ/ કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાનો આંક પહોંચ્યો 205 પર

પાટણ જીલ્લામાંથી આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. કોરોનાનો કહેર રાજ્યમાં સર્વત્ર વધતો જોવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ જીલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો આંક 205 પર પહોંચ્યો છે. જીલ્લાભરમાંથી કોરોનાનાં કેસ સામે આવતા જીલ્લા વહીવટ તંત્ર પણ ચિંતાતુર જોવામાં આવી રહ્યું છે. 

આજે સામે આવેલા 6 કેસની વિગતો જોવામાં આવે તો, સિદ્ધપુરમાં 37 વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો છે, પાટણ શહેરમાં 60 વર્ષીય મહિલાને અને 49 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંતલપુરના વારાહીમાં 61 વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો છે, તો હારીજમાં 65 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાધનપુરમાં 25 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિ વ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાટણમાં મોડીરાતે કોરોનાએ લીધો એક વ્યક્તિનો જીવ પણ ગયાનું નોધવામાં આવે છે, ત્યારે જિલ્લામાં 71 કેસ એક્ટિવ હોવાની આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews