Not Set/ પાટીદારોએ મો ફેરવી લેતા બીજેપની નજર આદિવાસી વોટબેન્ક પર, આજે આદિવાસી ગૌરવ યાત્રા

સૂરતઃ બીજેપી દ્વારા મંગળવારે સવારે આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ ઇનાઇથી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ઇનાથી ઉત્તર ગુજરાતના અબાજી સુધીના પરનારી આદિવાસી વિકાસ યાત્રા સાથે ભાજપ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઇ રહ્યો છે. બીજેપ પ્રદેશ પ્રમુખ જીતું વાઘણીની આગેવાનમાં શરૂ થવા જઇ રહેલા આદિવાસી ગૌરવ યાત્રાના શરૂઆત વખેત રાજ્યના સીએમ અને ડે.સીએમ ખાસ ઉપસ્થિત રહેશે. […]

India
bjp flag story 647 051016025911 પાટીદારોએ મો ફેરવી લેતા બીજેપની નજર આદિવાસી વોટબેન્ક પર, આજે આદિવાસી ગૌરવ યાત્રા

સૂરતઃ બીજેપી દ્વારા મંગળવારે સવારે આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ ઇનાઇથી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ઇનાથી ઉત્તર ગુજરાતના અબાજી સુધીના પરનારી આદિવાસી વિકાસ યાત્રા સાથે ભાજપ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઇ રહ્યો છે. બીજેપ પ્રદેશ પ્રમુખ જીતું વાઘણીની આગેવાનમાં શરૂ થવા જઇ રહેલા આદિવાસી ગૌરવ યાત્રાના શરૂઆત વખેત રાજ્યના સીએમ અને ડે.સીએમ ખાસ ઉપસ્થિત રહેશે. આ યાત્રાનું સમાપન 16 ફેબ્રુઆરીના રોજ અંબાજી ખાતે કરવામાં આવશે. જેમા ભાજપના રષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહી જંગી સભાને સંબોધન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ યાત્રા પહેલા બીજેપી સરકારે આદિવાસીની મુખ્ય માંગ પેસા (PESA) ના અમલીકરણ આદિવાસી વિસ્તારન ગ્રામજનોને મળેલા અધિકાર વિશે પણ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

બીજેપીની પરંપરાગત વોટબેંન્ક પાટીદારો છે પણ છેલ્લા બે વર્ષથી હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદારોએ હાલની બીજેપી સરકાર સામે પડ્યા છે. અનામત લેવા માટે બીજેપીને ખુ્લ્લો પડકાર હાર્દિક પટેલ દ્વારા ફેકવમાં આવી રહ્ય છે. હાર્દિક સતત જાહેર સભામાં કહેતો ફરે છે. 2017ની વિધાનસભામાં બીજેપીના સુપડાસાફ કરી દેશું.

આ પહેલા આદિવાસી સમૂહો દ્વારા ગાંધી આશ્રમ ખાતે એક દિવસનું આંદોલન કરીને પોતાની વિવિધ માંગણીઓ સરકાર કરી હતી. પાટીદાર અને દલિત અને ઓબીસી એક્તા મંચના આંદોલન બાદ  આદિવાસી આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરે તે માટે સરકારે આદિવાસીઓની માંગ તમજ આદિવાસી પ્રશ્નો તરફ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

આ પહેલા કૉંગ્રેસ પણ આદિવાસી યાત્રા કાઢવાનું મન બનાવી ચૂંકી છે. બને પક્ષો આદિવાસી પ્રભૂત્વ ધરાવતા પટ્ટા પર ધ્યાન કેન્દ્રીત કરીને આદિવાસીઓને ચૂંટણી પહેલા પોતાના તરફ કરવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે.

બીજી તરપ આમ આ્રદમી પાર્ટી પણ ગુજરાતમાં આગીમી દિવસોમાં પોતાનું ચૂંટમી અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. જે માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બેઠક બોલાવીને ગુજરાત અંગે ચર્ચા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા  મળ્યું હતું.