Not Set/ પાલઘર મામલે શરદ પવાર બોલ્યા, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના

ચોર હોવાની આશંકાનાં આધારે મહારાષ્ટ્રનાં પાલઘરમાં જે રીતે બે સાધુઓને માર મારવામાં આવ્યા હતા તે પછી, આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે. રાજ્યની સરકાર અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન એનસીપીનાં પ્રમુખ શરદ પવારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પાલઘરમાં જે બન્યું […]

India

ચોર હોવાની આશંકાનાં આધારે મહારાષ્ટ્રનાં પાલઘરમાં જે રીતે બે સાધુઓને માર મારવામાં આવ્યા હતા તે પછી, આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે. રાજ્યની સરકાર અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન એનસીપીનાં પ્રમુખ શરદ પવારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પાલઘરમાં જે બન્યું તે ન થયું હોવું જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની નિંદા થવી જોઈએ. પોલીસે આ કેસમાં તાકીદે કાર્યવાહી કરી હતી અને તેમણે રાત્રે આ ઘટનામાં સામેલ 100 થી વધુ લોકોને ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

શરદ પવારે કહ્યું કે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે અને તેમણે કહ્યું હતું કે જે પણ શક્ય હશે તે આ મામલે કરવામાં આવશે. પરંતુ કેટલાક લોકો આ મુદ્દાને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે, આ ઘટના અફવાને કારણે થઈ હોવા છતાં પણ તે યોગ્ય નથી. આપને જણાવી દઇએ કે, આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 101 લોકોની ધરપકડ કરી છે જેમા 9 સગીર છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનાં જણાવ્યા અનુસાર લિંચની આગેવાનીનાં પાંચ મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને બધાએ 30 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. રાજ્ય સરકારે બે પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ કર્મચારીઓની વર્તણૂક અંગે તપાસ કરવાનું કહ્યું છે. પાલઘર જિલ્લા કલેક્ટર કૈલાસ શિંદેનાં કહેવા પ્રમાણે, ‘અમે અધિકારીઓ દ્વારા લીધેલા નિર્ણયોની તપાસ કરીશું અને ઘટના દરમિયાન તેમના વર્તનને પણ તપાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.