Not Set/ પિતા-પુત્રીના સંબંધો લજવાયા, શિક્ષક પિતાએ સગી દીકરીને બનાવી હવસની શિકાર

પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક ચકચારી કિસ્સો વલસાડ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સગીર વયની પુત્રીએ પોતાના જ સગા પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગઈ છે. નરાધમ પિતાએ પોતાની સગી દીકરી પર સતત ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પુત્રીએ આક્ષેપ કરતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ […]

Gujarat Others
0dd1ab7adb634cb24501dbc15f1ea5f4 પિતા-પુત્રીના સંબંધો લજવાયા, શિક્ષક પિતાએ સગી દીકરીને બનાવી હવસની શિકાર

પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક ચકચારી કિસ્સો વલસાડ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સગીર વયની પુત્રીએ પોતાના જ સગા પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગઈ છે. નરાધમ પિતાએ પોતાની સગી દીકરી પર સતત ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પુત્રીએ આક્ષેપ કરતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસા, વલસાડ જિલ્લાના પારડી નરાધમ પિતાએ પોતાની જ  સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો લાગ્યા છે. વલસાડના પારડી નજીકની એક જાણીતી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો આ વ્યક્તિએ તેની સગીર પુત્રી પર દાનત બગાડી હતી અને સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી તેના પર ૩ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પુત્રીએ આક્ષેપ લગાવ્યો છે. આમ પિતાની હવસનો ભોગ બનેલી સગીર પુત્રીએ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો.

આથી તેના દ્વારા વલસાડ જિલ્લા બાળ વિભાગના સહયોગથી પુત્રીએ પોતાના સગા બાપ પર દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આમ શિક્ષક તરીકે ફરજ બજાવતા અને આ વ્યક્તિએ શિક્ષક અને પિતા  પુત્રીના સંબંધોની પણ ગરીમા ન જાળવી અને પોતાની જ સગીર પુત્રી પર દાનત બગાડી તેને હવસનો શિકાર બનાવી હતી આમ પુત્રીની ફરિયાદ બાદ પારડી પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી પોલીસે અત્યારે પોતાની સગી પુત્રી પર દુષ્કર્મના આરોપી પિતાની ધરપકડ કરી તેના કોરોના ટેસ્ટ અને મેડિકલ તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ એક શિક્ષક તરીકે ફરજ બજાવતો પિતા પોતાની જ સગીર દીકરીને પર દુષ્કર્મ આચરી તેની જિંદગી દોજખ બનાવી છે.  જો કે  એ લગાવેલ આક્ષેપ અતિશય ગંભીર છે.જેથી પારડી પોલીસે પણ  ઝીણવટ ભરી તપાસ શરુ કરી છે.જોકે આ  જાણીતી શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતો આ  ગુરુના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે.આથી આ પિતા પર સમગ્ર વિસ્તારના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.અને આ કિસ્સો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.