Not Set/ પીએમ મોદી : ગૌરક્ષાના નામે જે લોકો હિંસા કરે છે એમની સામે કડક પગલાં લેવા જોઈએ

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોની સરકારોને અપીલ કરી છે કે ગૌરક્ષાના નામે જે લોકો હિંસા કરે છે એમની સામે કડક પગલાં લેવા જોઈએ. વડાપ્રધાન મોદીએ આજે અહીં બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં એમનાં વિચાર વ્યક્ત કર્યા હતા. આ બેઠક સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની કાર્યવાહી સરળતાપૂર્વક સંપન્ન થાય એ માટે વિરોધપક્ષોનો સાથ-સહકાર માગવા […]

Uncategorized
નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોની સરકારોને અપીલ કરી છે કે ગૌરક્ષાના નામે જે લોકો હિંસા કરે છે એમની સામે કડક પગલાં લેવા જોઈએ.

વડાપ્રધાન મોદીએ આજે અહીં બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં એમનાં વિચાર વ્યક્ત કર્યા હતા. આ બેઠક સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની કાર્યવાહી સરળતાપૂર્વક સંપન્ન થાય એ માટે વિરોધપક્ષોનો સાથ-સહકાર માગવા માટે બોલાવાઈ હતી. જોકે આ બેઠકમાં જનતા દળ (યૂનાઈટેડ) અને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ એ હાજરી આપી નહતી.

બેઠક પૂરી થયા બાદ ભાજપના નેતાઓ – મુખ્તાર અબ્બાસ નક્વી અને અનંત કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગૌરક્ષાના નામે હિંસા કરનારાઓ સામે કેન્દ્ર દ્વારા તપાસ કરાવવાની વડાપ્રધાને તમામ પક્ષોને ખાતરી આપી હતી

પીએમ મોદી : ગૌરક્ષાના નામે જે લોકો હિંસા કરે છે એમની સામે કડક પગલાં લેવા જોઈએગાયોનું રક્ષણ કરવાના મામલે લોકોની હત્યા કરવાના અને હિંસાખોરીની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને અનેક રાજકીય પક્ષોના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ ગૌરક્ષાની ઘટનાઓને કોઈ પ્રકારે રાજકીય કે કોમી સ્વરૂપ ન આપે, કારણ કે એનાથી દેશને ફાયદો થવાનો નથી.