મુંબઇ
સુપરસ્ટાર આમીર ખાનની જલ્દી ટીવી પર પરત ફરવાની ચર્ચા ચાલી છે.આમીર ખાન તેનો હીટ રીયાલિટી શો ‘સત્યમેવ જયતે’ ની સીઝન-3 થી ટીવી પર પરત આવી શકે છે. આમીરના ફેન્સ લાંબા સમયથી આ શોની રાહ જોઇ રહ્યાં છે.
રીપોટર્સનું માનવામાં આવે તો વર્ષ 2019ના મધ્યમાં ‘સત્યમેવ જયતે’ શો ઓનએર થઇ શકે છે. શાહરૂખના ટોક શો ‘TED ટોક્સ ઇન્ડિયા 2‘ પછી આમીરના શોને ઓનએર કરવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. મુવીના પ્રમોશન પૂર્ણ કરીને આમીર તેના ટીવી શોની તૈયારીઓમાં લાગી જશે. એવી પણ માહિતી માહિતી મળી રહી છે કે આમીર ખાનની ટીમે આ શો પર રીસર્ચ પણ કરવાનું શરુ કયું છે. પરંતુ મિસ્ટર પરફેક્ટનિસ્ટ શો સાથે સંકળાયેલી દરેક વસ્તુઓને પોતે ચકાસે છે અને તે પછી બધુ યોગ્ય લાગશે તો જ શોને ઓનએર કરવાનો નિર્ણય કરશે.
સુત્રોના મુજબ, આ વખતે ‘સત્યમેવ જયતે’ શો પર એક્ટર ઘણા મોટા મુદ્દાઓ ઉઠાવશે. આ મુદ્દાઓ ન્યુ જનરેશનની લાઈફમાં આવતી સમસ્યાઓ સાથે સંકળાયેલા હશે. જેવા કે બેરોજગારી અને ડિપ્રેશન. આ શો કુલ 10 એપિસોડમાં વહેંચવા આવશે.
આમીર ખાને વર્ષ 2014માં ‘સત્યમેવ જયતે’ના સાથે ટીવી પર ડેબ્યુ કર્યું હતું અને આ શો દર્શકોમાં ઘણો લોકપ્રિય થયો હતો. સમાજની ખરાબીઓ સામે જંગ અને મજબૂત સંદેશ આપનારા આ શોએ દર્શકોને મનોરંજનના સાથે સાથે તેઓ જાગરુક પણ કર્યા છે.
આ શોના પહેલી સીઝનમાં 15 એપિસોડ હતા. જયારે બીજા સિઝન બે ભાગમાં વહેંચવામાં આવી હતી. પહેલા ભાગમાં 5 એપિસોડનો સમાવેશ હતો. માર્ચ 2014માં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને બીજા પાર્ટમાં 6નો સમાવેશ થયો હતો તેને ઓક્ટોબર 2014માં ઓનએર કરવામાં આવ્યો હતો.