Not Set/ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકથી અમેરિકામાં નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર પ્રવીણ પટેલનું હાર્ટએટેકથી અમેરિકામાં નિધન થયું છે. તેઓ ૬૦ વર્ષના હતા અને અમેરિકાના ડલ્લાસમાં રહેતા હતા. કેશુભાઇના પુત્રનું નિધન થતાં તેમના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રુપાણીએ પણ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેશુભાઈના 60 […]

Gujarat
3 1504935612 પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકથી અમેરિકામાં નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર પ્રવીણ પટેલનું હાર્ટએટેકથી અમેરિકામાં નિધન થયું છે. તેઓ ૬૦ વર્ષના હતા અને અમેરિકાના ડલ્લાસમાં રહેતા હતા. કેશુભાઇના પુત્રનું નિધન થતાં તેમના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રુપાણીએ પણ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કેશુભાઈના 60 વર્ષીય પુત્ર પ્રવીણ પટેલના અવસાન બાદ તેમની અંતિમવિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ નાદુરસ્ત તબિયતને કારણે તેમના પુત્રની અંતિમવિધિ માટે અમેરિકા નહીં જઈ શકે. જ્યારે અંતિમવિધિમાં તેમના ભાઇ ભરતભાઇ સહિત પરિવારજનો અમેરિકામાં જશે.