Not Set/ કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રભારી બે દિવસ ગુજરાતની મુલાકાતે

ગુજરાત, 2019ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય થયા છે. તેવામાં હવે કોંગ્રેસે કવાયત  હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં બેઠકો જીતે તે માટે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજીવ સાતવ બે દિવસ ગુજરાતમાં રહેશે. બે દિવસ દરમિયાન સાતવ પ્રદેશ હોદ્દેદારો અને સ્થાનિક […]

Top Stories Gujarat Others Videos
mantavya 526 કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રભારી બે દિવસ ગુજરાતની મુલાકાતે

ગુજરાત,

2019ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય થયા છે. તેવામાં હવે કોંગ્રેસે કવાયત  હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં બેઠકો જીતે તે માટે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજીવ સાતવ બે દિવસ ગુજરાતમાં રહેશે. બે દિવસ દરમિયાન સાતવ પ્રદેશ હોદ્દેદારો અને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે. સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે પણ ચર્ચા કરશે.

તો આ તરફ ઓમ માથુર લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતની મુલાકાતે છે. ઓમ માથુરના પ્રદેશ પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. જેમની અઘ્યક્ષતામાં આજે કમલમ ખાતે બેઠક યોજાઇ. આ બેઠકમાં ઓમ માથુર પ્રદેશ હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવાના છે. સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે પર મનોમંથન કરશે.