Not Set/ પ્રિયંકા ગાંધીએ CM આદિત્યનાથનાં મજૂરોનાં સંક્રમણનાં કથિત દાવાનો માંગ્યો આધાર

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમના નિવેદનનો આધાર આપવા કહ્યું હતું જેમાં તેમણે કથિત રીતે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં મજૂરો અન્ય રાજ્યોથી આવી રહ્યા છે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. કોંગ્રેસ નેતાએ તેમના ટ્વિટર હેન્ડલથી મુખ્યમંત્રીનાં નિવેદનની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અપલોડ […]

India
4a7f20e15748ff5fe33170aa9b3eaa87 1 પ્રિયંકા ગાંધીએ CM આદિત્યનાથનાં મજૂરોનાં સંક્રમણનાં કથિત દાવાનો માંગ્યો આધાર

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમના નિવેદનનો આધાર આપવા કહ્યું હતું જેમાં તેમણે કથિત રીતે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં મજૂરો અન્ય રાજ્યોથી આવી રહ્યા છે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. કોંગ્રેસ નેતાએ તેમના ટ્વિટર હેન્ડલથી મુખ્યમંત્રીનાં નિવેદનની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અપલોડ કરેલી વીડિયો ક્લિપમાં યોગી આદિત્યનાથ કહેતા સંભળાય છે કે મુંબઇથી પરત ફરતા પરપ્રાંતીય મજૂરો કોરોના વાયરસથી સંક્રમિત છે.

કોંગ્રેસનાં મહાસચિવએ કહ્યું, ‘ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાનનું આ નિવેદન સાંભળો. સરકારનાં આંકડા મુજબ આશરે 25 લાખ લોકો યુપીમાં પાછા ફર્યા છે. મુખ્યમંત્રીનાં નિવેદનનાં આધારે મહારાષ્ટ્રથી પરત ફરનારાઓમાં 75 ટકા, દિલ્હીથી 50 ટકા અને અન્ય રાજ્યોમાંથી 25 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.વીડિયોમાં યોગી આદિત્યનાથ કહી રહ્યા છે કે, ‘આ અમારા માટે એક પડકાર છે અને અમારી ટીમ તેનો મજબૂતીથી મુકાબલો કરી રહી છે. સમગ્ર રાજ્યમાં 75 હજાર આરોગ્ય ટીમો કાર્યરત છે. તપાસ, પરીક્ષણ અને સારવારને લીધે, અમે કોવિડ-19 ને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં સક્ષમ થયા છીએ.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા કોંગ્રેસ મહાસચિવએ ટ્વીટ કર્યું, ‘શું મુખ્ય પ્રધાનનો અર્થ એ છે કે ઉત્તર પ્રદેશનાં 10 લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે? પરંતુ તેમની સરકારનાં આંકડા ચેપનો આંક 6,228 જણાવી રહ્યા છે. તેમના દ્વારા બતાવવામાં આવેલા સંક્રમણનાં આંકડાનો આધારે શું છે? પરત આવનારા પ્રવાસીઓમાં સંક્રમણની આ ટકાવારી ક્યાંથી આવી?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.