Not Set/ બનાસકાંઠની બુરાઇ બેઠી છે?? બનાસ ડેરીનો કોરોના ગ્રસ્ત ગામોની 45 ડેરીનું દૂધ નહિ સ્વીકારવા નિર્ણય

એક તો કોરોનાનો કપરો કાળ અને એમા પણ બનાસકાંઠાની બુરાઇ…જી હા બીલકુલ સારી વાત થઇ રહી છે. બનાસકાંઠાની બુરાઇ બેઠી હોય તેવી રીતે કુદરત એક પછી એક માઠા સમાચાર બનાસવાસીઓ માટે મોકલી રહી હોય તેમ કોરોનાનો કહેર, પાણીનો પોકાર, તીડનું આક્રમણ અને હવે રડ્યુ ખડ્યુ હતું તે દૂધ પણ ક્યાં નાખવો તેવો પ્રશ્ન સર્જાયો છે. […]

Gujarat Others

એક તો કોરોનાનો કપરો કાળ અને એમા પણ બનાસકાંઠાની બુરાઇ…જી હા બીલકુલ સારી વાત થઇ રહી છે. બનાસકાંઠાની બુરાઇ બેઠી હોય તેવી રીતે કુદરત એક પછી એક માઠા સમાચાર બનાસવાસીઓ માટે મોકલી રહી હોય તેમ કોરોનાનો કહેર, પાણીનો પોકાર, તીડનું આક્રમણ અને હવે રડ્યુ ખડ્યુ હતું તે દૂધ પણ ક્યાં નાખવો તેવો પ્રશ્ન સર્જાયો છે.

પશુપાલનએ બનાસકાંઠાનાં મુખ્ય વ્યવસાયો માનો એક છે તે જાણીતી વાત છે. પશુપાલન અને દુધ ઉત્પાદન પર બનાસમાં લાખો લોકો પોતાનો નિભાવ કરે છે. ત્યારે આ કોરોનાનાં કપરા કાળમાં બનાસ ડેરીએ કોરોના ગ્રસ્ત ગામોની 45 જેટલી દૂધ ડેરીનું દૂધ નહિ સ્વીકારવાનો આજે સંચાલન મંડળ દ્રારા નિર્ણય કરતા પશુપાલકો ઉપાધી માં મુકાઈ ગયા છે.

એક તરફ દેશમાં લોકડાઉન છે, હોટલો અને ચા ની કિટલીઓ બંદ છે. એક માત્ર દૂધ ઉત્પાદન કરી ડેરીમાં દૂધ વેચાણ કરવાનો માર્ગ લોકો પાસે ખુલ્લો હતો. અને તેમાંથી થતી આવકમાંથી આજીવિકાનું સાધન હતું, ત્યારે આ રસ્તો પણ બંદ થતા મુશ્કેલી વધી છે જોકે કોરોનાના કપરા કાળમાં બનાસડેરી માટે આવો નિર્ણય લેવો પણ એક મજબૂરી જ કહી શકાય. બનાસડેરી એ જે નિર્ણય કર્યો છે કારણ કે કોરોનાનો ચેપ વધુ ન ફેલાઇ. અને આ નિર્ણય કોરોના ગ્રસ્ત ગામો પૂરતો જ છે. ચેપ રોકવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે આ નિર્ણય કર્યો હોવાનુ પણ જાણીતુ છે. ત્યારે સામે પશુપાલકો માટે જો માલ  – ઢોરને દોહવામાં ન આવે તો તે વસુકી (દૂધ દેવાનું બંધ કરી દેવુ) જાય અને જો દૂધ દોહવે તો નાખવુ ક્યાં જેવો પ્રશ્ન સર્જાયો  છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન