Not Set/ બનાસકાંઠા/મગફળીમાં ભારે નુકશાન બાદ કપાસમાં પણ સુકારનાં રોગથી ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકામાં ખેડૂતો ઉપર કુદરતી અફતોનો મારો ચાલી રહેતા આ વિસ્તારના ખેડૂતો બરબાદ થવાના આરે આવી ગયા છે હાલમાં જ    મગફળી ના પાકમાં ફૂગ નામનો રોગ આવેલ છે જેથી મગફળીનો તૈયાર થયેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે  જેની માર થી ખેડૂતો હજુ ઉભર્યા નથી અને કપાસના પાકમાં પણ સુકાર નામનો રોગ આવી ગયેલ […]

Gujarat Others
a781176e831a933f85eb111135604e8f બનાસકાંઠા/મગફળીમાં ભારે નુકશાન બાદ કપાસમાં પણ સુકારનાં રોગથી ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકામાં ખેડૂતો ઉપર કુદરતી અફતોનો મારો ચાલી રહેતા આ વિસ્તારના ખેડૂતો બરબાદ થવાના આરે આવી ગયા છે હાલમાં જ    મગફળી ના પાકમાં ફૂગ નામનો રોગ આવેલ છે જેથી મગફળીનો તૈયાર થયેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે  જેની માર થી ખેડૂતો હજુ ઉભર્યા નથી અને કપાસના પાકમાં પણ સુકાર નામનો રોગ આવી ગયેલ છે અને આ રોગ કપાસ ની  કેરી એક દમ કાળી પડી જાય છે કપાસ ના પત્તા સુકાવા લાગે છે પછી આખું છોડ કરમાઈ જાય છે.

અમીરગઢ તાલુકાના ખેડૂતોને ખેતર કપાસમાં સિત્તેર થી એસી ટકા જેટલું નુકશાન ની ભીતિ જોવા મળી છે  જેથી અમીરગઢ પંથકનો ખેડૂત બિલકુલ પાયમાલ થવાના આરે છે દર વર્ષે આવા પ્રકાની કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બનેલ છે અને મોટા પાયે નુકશાન વેઠી રહ્યાં છે તેની સામે તેઓના પાક નુકશનનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળેલ નથી અને એક વાર વળી કુદરત રુઠયો છે હવે કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસનો છોડ કરમાઈ રહ્યો છે અને કેરીઓ પણ છોડ ઉપર બેસતી નથી માટે આ વિસ્તારમાં કપાસ નું મોટા પ્રમાણમાં વાવેતર હોઈ મસમોટું નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે આથી સરકાર દ્વારા આવા ખેડૂતોનું સર્વે કરી તેઓના પાકનું નુકશાન સામે પૂરતું વળતર આપે તેવી અપેક્ષા અમીરગઢ પંથકના ખેડૂતો રાખી અરજ કરી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews