Not Set/ બિલ ગેટ્સ નહીં, આ છે સૌથી અમીર વ્યક્તિ, જે ખરીદી શકે છે ભારતના 27 રાજ્ય

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં ઈ-કોમર્સ કંપનીના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસે પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જેફ બેઝોસે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને ફરી એક વખત પાછળ મૂકી દીધા છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ એમેઝોન શેરના 2 ટકાના વધારાથી બેઝોસની કુલ સંપત્તિમાં 9 કરોડ ડોલરનો વધારો થયો છે અને તે વિશ્વના સૌથી અમીર માણસ બની […]

World
news28.10.17 5 બિલ ગેટ્સ નહીં, આ છે સૌથી અમીર વ્યક્તિ, જે ખરીદી શકે છે ભારતના 27 રાજ્ય

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં ઈ-કોમર્સ કંપનીના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસે પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જેફ બેઝોસે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને ફરી એક વખત પાછળ મૂકી દીધા છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ એમેઝોન શેરના 2 ટકાના વધારાથી બેઝોસની કુલ સંપત્તિમાં 9 કરોડ ડોલરનો વધારો થયો છે અને તે વિશ્વના સૌથી અમીર માણસ બની ગયા છે.

તેમની સંપત્તિ વધીને 90.6 અબજ ડોલર થઈ ગઈ છે જે બિલ ગેટ્સની સંપત્તિ (90.1 અબજ ડોલર) કરતાં વધુ છે. જો કે બિલ ગેટ્સનું નામ 2017 ની રેન્કિંગમાં સૌથી ટોચ પર છે. રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ મુજબ વિશ્વના સૌથી અમીર લોકોના લિસ્ટમાં ગણાતા બિલ ગેટ્સ અને બેઝોસ 27 રાજ્યો ખરીદી શકે છે. બિલ ગેટ્સ પાસે 90 અબજ ડોલરની સંપત્તિ છે. બિલ ગેટ્સ અને બેઝોસ પછી બર્કશાયર હેથવેના માલિક વોરન બફેટનું નામ આવે છે વોરનની પાસે 80.6 અબજ ડોલરની સંપત્તિ છે. જયારે ભારતમાં મુકેશ અંબાણી 41.1 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા સૌથી અમીર વ્યક્તિ ગણાય છે અને વિશ્વમાં તે 18 મા ક્રમે છે.