Not Set/ બીગ-બીના બંગ્લા સામે એક સાથે ત્રણ કારમાં લાગી આગ

મુંબઈ: બૉલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત પ્રતિક્ષા બંગલોની પાસે સોમવારે  સંધવી સ્કૂલની બહાર ઉભેલી ત્રણ કારમાં આગ લાગી હતી. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ કાર ડ્રાઈવર બાળકોને સ્કૂલમાં છોડવા માટે ગયા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી. જાણકારી મુજબ પહેલી કારમાં આગ લાગવાની ઘટના બાદ ત્યાં નજીકમાં રહેલી વધુ 2 કાર પર આગની […]

India
fire v 1024 1488192544 749x421 બીગ-બીના બંગ્લા સામે એક સાથે ત્રણ કારમાં લાગી આગ

મુંબઈ: બૉલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત પ્રતિક્ષા બંગલોની પાસે સોમવારે  સંધવી સ્કૂલની બહાર ઉભેલી ત્રણ કારમાં આગ લાગી હતી. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ કાર ડ્રાઈવર બાળકોને સ્કૂલમાં છોડવા માટે ગયા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી.

જાણકારી મુજબ પહેલી કારમાં આગ લાગવાની ઘટના બાદ ત્યાં નજીકમાં રહેલી વધુ 2 કાર પર આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હાલ સુધી આગ લાગવાના કારણે કોઈ નુકશાન થવાની ખબર સામે નથી આવી. આ સાથે જ આગ લાગવાનું કારણ પણ હાલ નથી જાણી શકાયું.