Not Set/ બીમાર પિતા ઉપર ખીજાયો કપિલ, તેમની માંદગી પર ઊઠ્યા પ્રશ્ર્નો

કૉમેડીયન કપિલ શર્માની બીજી ફિલ્મ ફિરંગા ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આજે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. ગઈ કાલે તેનો પ્રખ્યાત શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ બંધ થઇ ગયો હતો. આ અંગે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે કપિલે પછી જણાવ્યું હતું કે તે થોડાક સમય બ્રેક લીધા પછી તે પાછો શૉ રજુ […]

Entertainment
news24.01 બીમાર પિતા ઉપર ખીજાયો કપિલ, તેમની માંદગી પર ઊઠ્યા પ્રશ્ર્નો

કૉમેડીયન કપિલ શર્માની બીજી ફિલ્મ ફિરંગા ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આજે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. ગઈ કાલે તેનો પ્રખ્યાત શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ બંધ થઇ ગયો હતો. આ અંગે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે કપિલે પછી જણાવ્યું હતું કે તે થોડાક સમય બ્રેક લીધા પછી તે પાછો શૉ રજુ કરશે. આ બધામાં તેના પર્સનલ લાઈફ વિશે વારંવાર વાત કરવામાં આવે છે. તેના અંગત જીવન સંબંધિત એક એવોજ કિસ્સો છે જે તેનું પોતાનું અલગ જ ચિત્ર રજુ કરે છે.

એક પ્રમુખ વેબસાઇટ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કપિલે તેના પિતા વિશેના સંબંધ જણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પિતા પોલીસમાં હતા. તેથી તે પોતાના પિતાથી ખૂબ જ ડરતો હતો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતો ન હતા. છતાંય એક વાર તે પોતાના પિતા ઉપર ચિલ્લાવી ઉઠ્યો હતો. વાસ્તવમાં કપિલ શર્માના પિતાને કેન્સર હતું. તે સમયે કપિલ શર્માની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હતી. જ્યારે તેણે તેના પિતાને દુઃખથી પીડિત જોયા ત્યારે તેને ખુબ તકલીફ થતી હતી. આ સમય દરમિયાન તેણે કહ્યું હતું કે, “પપ્પા તમે ડ્રિંક્સ પીવો છો એટલે તમને કેન્સર થયું છે”.