Not Set/ બુકી બજારમાં કોરોના હોટ ફેવરીટ,  હવે કોરોના કેસ પર લાગી રહ્યો છે કરોડોનો સટ્ટો

ભારત  સહીત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બુકી બજારમાં પણ કોરોના હોટ ફેવરીટ બન્યો છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બધા જનજીવન જાને થંભી ગયું હતું. આ દરમિયાન સટ્ટેબાજી પણ બંધ હતી. પરંતુ અનલોક 1.૦માં જન જીવન સામાન્ય બનતા સટ્ટેબાજો પણ સક્રિય બન્યા છે. અને હવે તેઓ કોરોના અને તેના આંકડાઓ પર […]

Business
287c2388cbc72617b7a0eba5a1a92446 બુકી બજારમાં કોરોના હોટ ફેવરીટ,  હવે કોરોના કેસ પર લાગી રહ્યો છે કરોડોનો સટ્ટો

ભારત  સહીત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બુકી બજારમાં પણ કોરોના હોટ ફેવરીટ બન્યો છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બધા જનજીવન જાને થંભી ગયું હતું. આ દરમિયાન સટ્ટેબાજી પણ બંધ હતી. પરંતુ અનલોક 1.૦માં જન જીવન સામાન્ય બનતા સટ્ટેબાજો પણ સક્રિય બન્યા છે. અને હવે તેઓ કોરોના અને તેના આંકડાઓ પર કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવાનું શરૂ કરી દીધુ છે.

નોધનીય છે કે, કોરોના વાયરસના કારણે સટ્ટેબાજોના ફેવરીટ એવા ક્રિકેટ, ફુટબોલ સહિત તમામ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ IPL જેવી મોટી ટૂર્નામેન્ટ્સ પણ રદ્દ કરી દેવામાં આવી છે, અથવા તો તેની તારીખો આગળ વધારવામાં આવી છે. ત્યારે સટ્ટેબાજોની ચિંતામાં વધારો થયો હતો, કે હવે સટ્ટો રમવો કયાવીશ્ય ઉપર …? ત્યાં હવે સટ્ટેબાજોએ કોરોના પર સટ્ટો લગાવવાનું શરૂ કરી દીધુ છે. સટ્ટેબાજ હવે કોરોના સાંથે સંકળાયેલ આંકડા, તેની સાથે જોડાયેલા રાજકારણ અને દર્દીઓની સંખ્યા પર દાવ લગાવી રહ્યા છે.

1831f4728ac8022e020891f6bde25e5c7e58e5e1adc5ec0443d65e4dcdb9f2bf બુકી બજારમાં કોરોના હોટ ફેવરીટ,  હવે કોરોના કેસ પર લાગી રહ્યો છે કરોડોનો સટ્ટો

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ ટોપિક બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર કયા નેતા શું નિવેદન આપશે. તેના પર પણ સટ્ટેબાજ ખૂબ જ સટ્ટો લગાવી રહ્યા છે.  તેમજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અગાઉના દિવસ કરતા વધારે રહેશે કે ઓછો વગેરે ઓપ્શન આપવામાં આવે છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, કોરોના વાયરસના લોકડાઉનના આ સમયમાં દુનિયાભરમાં સટ્ટાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલના લોકડાઉનના આ સમયમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં સટ્ટાની સંખ્યામાં રેગ્યુલર સમય કરતા પણ વધારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.