Not Set/ બેન્કોમાં વ્યાજદરો ઘટવાની શક્યતા, RBI રજૂ કરશે મોનેટરી પોલીસી

નવી દિલ્હીઃ ભારતીય રિજર્વ બેન્ક (RBI) બુધવારે મોનેટરી પોલીસીની સમીક્ષા કરશે. જેમા વ્યાજ દરોમાં કાપ મુકવામાં આવી શકે છે. જો કે બેન્કોએ આ અંગે ખુલીને કઇ જ બોલવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યુઁ છે કે, RBI વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મુકી શકે છે. જો નીતિગત વ્યાજરોમાં 25 બેસિસ પૉઇન્ટથી 6 ટકા સુધીનો કાપ […]

Business
xuntitleddesign 21 1471720085.jpg.pagespeed.ic .1TXLYseoK9 બેન્કોમાં વ્યાજદરો ઘટવાની શક્યતા, RBI રજૂ કરશે મોનેટરી પોલીસી

નવી દિલ્હીઃ ભારતીય રિજર્વ બેન્ક (RBI) બુધવારે મોનેટરી પોલીસીની સમીક્ષા કરશે. જેમા વ્યાજ દરોમાં કાપ મુકવામાં આવી શકે છે. જો કે બેન્કોએ આ અંગે ખુલીને કઇ જ બોલવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યુઁ છે કે, RBI વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મુકી શકે છે. જો નીતિગત વ્યાજરોમાં 25 બેસિસ પૉઇન્ટથી 6 ટકા સુધીનો કાપ થાય તો આ નવેમ્બર 2010 બાદ સૌથી નિચલા સ્તરનો કાપ હશે.

RBI દ્વારા 0.25 ટકાનો વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવશે તો તેનો સિદ્ધો ફાયદો બેન્કોમાંથી લોન લેનારને થશે. એટલે કે બેન્ક અને કાર લોન સસ્તી થશે. જાણકાર અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર RBI આ પગલું આરબીઆઈ આ નિર્ણય બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલા અને હાલના ઈન્ફલેશન રેટને જોતા કરી શકે છે.

આરબીઆઈની આ વર્ષેની છઠ્ઠી મોનિટરી પોલિસી રિવ્યુ મિટિંગ આજથી શરૂ થઈ રહી છે. જેના પ્રમુખ દરોનો નિર્ણય કાલે આવશે. હાલ રેપો રેટ 6.25 ટકા અને સીઆરઆર 4.0 ટકા પર છે.

RBI ગવર્નર ઉર્જિત પટેલની આગેવાની વાળી 6 સભ્યોની મુદ્રીત નીતિ સમિતિની બેઠક મુંબઇમાં મંગળવારે શરુ થઇ હતી. આ બેઠકમાં બુધવાર બપોર સુધીમાં આરબીઆઇ તરફથી વ્યાજદરો ઘટાડવાના ઘટાડવાની જાહેરાત થઇ શકે છે.