Not Set/ બોટાદમાં બિહારનાં શ્રમિકો આક્રોશીત,  400 લોકો એકત્રિત થઇ રેલી કરતાં સર્જાઇ બબાલ

બોટાદમાં બિહારનાં શ્રમિકોનો આક્રોશ સામે આવ્યો હોવાની વિગતો નોંધવામાં આવી છે. પોતાનાં વતન જવા માટે વલખા મારતા અને બોટાદમાં ફસાયેલા આશરે 400 લોકો એકત્રિત થઇ રેલી યોજતા તંગદિલી સર્જાઇ હતી. જો કે, પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી રેલી યોજી રહેલા તમામ લોકોને અટકાવ્યા હતા. પોલીસે પરપ્રાંતિયોને્ રેલી યોજતા અટકાવતા બિહારી શ્રમિકો રોડ પર બેસી ગયા હતા. કોઇ અનિચ્છનિય ઘટના ન બને […]

Gujarat Others
f52764c6d637cb357cc3c05473c210bc બોટાદમાં બિહારનાં શ્રમિકો આક્રોશીત,  400 લોકો એકત્રિત થઇ રેલી કરતાં સર્જાઇ બબાલ

બોટાદમાં બિહારનાં શ્રમિકોનો આક્રોશ સામે આવ્યો હોવાની વિગતો નોંધવામાં આવી છે. પોતાનાં વતન જવા માટે વલખા મારતા અને બોટાદમાં ફસાયેલા આશરે 400 લોકો એકત્રિત થઇ રેલી યોજતા તંગદિલી સર્જાઇ હતી. જો કે, પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી રેલી યોજી રહેલા તમામ લોકોને અટકાવ્યા હતા. પોલીસે પરપ્રાંતિયોને્ રેલી યોજતા અટકાવતા બિહારી શ્રમિકો રોડ પર બેસી ગયા હતા. કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને સ્થિતિની નાજૂકતા જોતા ઘટના સ્થળે વઘુ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યા હતો. જો કે પોલીસ દ્વારા ત્યાં એકત્ર તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં અનેક ભાગોમાં રોજીરોટીની શોધમાં આવેલા પરપ્રાતિય મજૂરો લોકડાઉનનાં કારણે અટવાઇ ગયા હોવાનાં કારણે અને આવકનાં સાઘનો પણ બંઘ હોવાનાં કારણે પોતાનાં માદરે વતન જવાની રાહમાં હોય, જો કે, સરકાર દ્વારા મજૂરોને પોતાના વતન પહોંચાડવાની પૂરી કોશિશો અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ એવા અનેક મજૂરો છે જેને વતન જવા માટે વારો આવ્યો નથી. જો કે આ સમસ્યામાં ઘિરજ રાખવી અનિવાર્યતા છે, તે પણ સ્વાભાવિક છે અને લાંબાં સમયથી ફસાયેલા પરપ્રાંતિયો હવે અકળાયા છે તે પણ હકીકત છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….