Not Set/ બોપલમાં પોલીસનો અત્યાચાર, સીસીટીવી કેમેરામાં થયો કેદ

અમદાવાદ અમદાવાદના બોપલમાં પોલીસનો અત્યાચાર સામે આવ્યો છે..બોપલમાં આવેલી દ્વારકાધીશ હોટલમાં કામ કરતા ગરીબ યુવકને બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માર માર્યો..જેમાં યુવકને ઈજા થઈ છે. આ બનાવ બુધવારે વહેલી સવારે ચાર વાગ્યાનો છે. બોપલ પોલીસ મથકના કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં દ્વારકાધીશ હોટલ પર જમવા માટે ગયા હતા અને હોટલ વાળા પાસે જમવાનું માગ્યું […]

Top Stories
બોપલ બોપલમાં પોલીસનો અત્યાચાર, સીસીટીવી કેમેરામાં થયો કેદ

અમદાવાદ

અમદાવાદના બોપલમાં પોલીસનો અત્યાચાર સામે આવ્યો છે..બોપલમાં આવેલી દ્વારકાધીશ હોટલમાં કામ કરતા ગરીબ યુવકને બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માર માર્યો..જેમાં યુવકને ઈજા થઈ છે. આ બનાવ બુધવારે વહેલી સવારે ચાર વાગ્યાનો છે. બોપલ પોલીસ મથકના કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં દ્વારકાધીશ હોટલ પર જમવા માટે ગયા હતા અને હોટલ વાળા પાસે જમવાનું માગ્યું હતું.

પરંતુ હોટલ પર કામ કરતા ગરીબ યુવકે તેમને જણાવ્યું કે તે તેમને જમવાનું નહીં આપી શકે કારણ કે હોટલમાં જમવાનું ખલાસ થઈ ગયું છે. આ વાત સાંભળતા જ પોલીસકર્મીઓએ તેને કહ્યું કે તેઓ બીજી હોટલમાં જઈને  જમી લેશે પરંતુ તેના પૈસા યુવકે આપવા પડશે. પરંતુ યુવકે પૈસા ન હોવાની વાત કરતા પોલીસકર્મીઓ ઉશ્કેરાયા અને  હોદ્દાનો રોફ જમાવવા લાગ્યા.

બોપલ... બોપલમાં પોલીસનો અત્યાચાર, સીસીટીવી કેમેરામાં થયો કેદ

પોતાના કમર પટ્ટા ઉતારીને પોલીસકર્મીઓ યુવકને મારવા લાગ્યા .થોડી મીનિટો સુધી તેઓ યુવકને મારતા રહ્યા. આ દરમિયાન આસપાસની હોટલમાં કામ કરતા અન્ય લોકો પણ ત્યાં આવી ગયા પરંતુ પોલીસવાળાને અટકાવવાની કોઈની હિંમત ન ચાલી એટલું જ નહીં પણ આ પોલીસકર્મીઓએ યુવક પાસે ઉઠબેસ કરાવી હતી.

ઘટના અંગે જાણ થતા હોટલના માલિત ત્યાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. તથા કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. તો જે પોલીસકર્મીઓએ આ યુવક પર અત્યાચાર કર્યો છે. અને માર માર્યો છે તેમના નામ મુકેશદાન ગઢવી અને પ્રદ્યુમનસિંહ હોવાનું જાણવા મળ્યું છે. યુવકને માર મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.