Not Set/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામેલ થયા ફિક્કીના પ્રોગ્રામમાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ફિક્કીના એક પ્રોગ્રામમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે મોદી સરકાર દેશના વિકાસ અને તેને નવી ઊંચાઇઓ પર લઇ જવા માટે કામ કરી રહી છે. અમે ભારતને દુનિયાનું સૌથી ઝડપથી વિકાસ કરી રહેલું અર્થતંત્ર બનાવવા માંગીએ છીએ. ઇન્ડસ્ટ્રી અને જનતાએ નરેન્દ્ર મોદી સરકાર પર ભરોસો રાખવો જોઇએ. શાહે […]

India
fi 759 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામેલ થયા ફિક્કીના પ્રોગ્રામમાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ફિક્કીના એક પ્રોગ્રામમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે મોદી સરકાર દેશના વિકાસ અને તેને નવી ઊંચાઇઓ પર લઇ જવા માટે કામ કરી રહી છે. અમે ભારતને દુનિયાનું સૌથી ઝડપથી વિકાસ કરી રહેલું અર્થતંત્ર બનાવવા માંગીએ છીએ. ઇન્ડસ્ટ્રી અને જનતાએ નરેન્દ્ર મોદી સરકાર પર ભરોસો રાખવો જોઇએ. શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર સમજ્યા-વિચાર્યા વગર કોઇ ફેંસલો નથી લેતી.અમારી સરકાર સિક્કાની બંને બાજુઓ ચકાસ્યા પછી જ કોઇપણ ફેંસલો કરે છે. સરકાર દેશને નવી ઊંચાઇઓ પર લઇ જવાનું કામ કરીને રહેશે અને ભારતને દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર બનતા કોઇ નહીં રોકી શકે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક દિવસોમાં જીડીપીનો વૃદ્ધિદર ઘટ્યો. રોજગારની તકો પણ બહુ વધી નહીં. વિરોધપક્ષોએ આ માટે મોદી સરકારની ટીકા કરી. જો કે શાહે આ વાતોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.પરંતુ તેમણે કહ્યું અમારી સરકાર ફક્ત સુધારાઓ પર અટકવાની નથી. અમે સંપૂર્ણપણે બદલાવની વાત કરી રહ્યા છીએ. આપણે ફક્ત વિચારધારા જ નથી બદલવાની. અમે ઇચ્છીએ છીએ કે વર્કિંગ મોડ્યુલમાં પણ બદલાવ લાવવામાં આવે.