Not Set/ ભાજપની ચિંતન શિબિર શરૂ, વિધાનસભાની ચૂંટણીની તૈયારીનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે

અમદાવાદઃ ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ અમદાવાદના ખાનગી ગોલ્ફ ક્લબ ખાતે થયો છે. આ ચિંતન શિબિરમાં બીજેપીના મોટા નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમા પહેલા દિવસે ટોચના નેતા હાજર રહેશે. પ્રથમ દિવસે શિબિરમાં સંવેદનશીલ મુદ્દે ચર્ચા થવાની હોવાથી ટોચના નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બંને દિવસ ચિંતન […]

Uncategorized

અમદાવાદઃ ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ અમદાવાદના ખાનગી ગોલ્ફ ક્લબ ખાતે થયો છે. આ ચિંતન શિબિરમાં બીજેપીના મોટા નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમા પહેલા દિવસે ટોચના નેતા હાજર રહેશે. પ્રથમ દિવસે શિબિરમાં સંવેદનશીલ મુદ્દે ચર્ચા થવાની હોવાથી ટોચના નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બંને દિવસ ચિંતન શિબિરમાં હાજર રહેશે. ચિંતન શિબિરમાં  વિધાનસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવવી તેનો વ્યૂહ આપશે.

2017 માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે નોટબંધી બાદ લોકોમાં ઉઠી રહેલી નાગરાજગી, પાટીદાર આંદોલ, દલિત આંદોલન અને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હેંડલ કરવા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પીએમ મોદી માટે ખૂબ મહત્વનુ રાજ્મ છે. ગુજરાતમાં બીજેપીને હાર પોસાય તેમ નથી. જો ગુજરાતમાં બીજેપીને ચૂંટણીમાં હાર થાય તો મોદીની રાષ્ટ્રીય સ્તરે બદનામી થાય તેમ છે. એટલા માટે બીજેપી દ્વારા આ ચિંતન શિબિરમાં ખાસ ધ્યાન કેંદ્રિત કરીને ચૂંટણી લક્ષી તૈયારી પર ભાર મૂકવામાં આવશે ચિંતન શિબિરમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે.

આ ચિંતન સિબિરમાં 2017 ની વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપની તૈયાર કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ સહિતના નેતા પહોંચ્યા છે. આ સિવાય ભાજપના પ્રદેશ પ્રભારી દિનશ શર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી આનંદીબેન પટેલ સહિતના નેતા હાજર શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા છે.