મુંબઇ,
બોલિવૂડ અભિનેતા હૃતિક રોશને સુપરહિટ ફિલ્મ સીરીઝ ‘ક્રિશ 4’ને લઈને એક મોટું એલન કર્યું છે. હૃતિક રોશને તાજેતરમાં જ ‘ક્રિશ 3’ના 5 વર્ષ પુરા થયાના પસંગે એક વીડીયો પોસ્ટ કર્યો છે.
હૃતિક રોશનની ફિલ્મ ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી મોટી સુપરહિટ સીરીઝ છે અને દરેક પાર્ટે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ફ્રેન્ચાઇઝીએ હૃતિક રોશને એક અલગ ઓળખ આપી છે. તો તેમની આ ફિલ્મોનના કારણે બાળકોમાં પણ તેઓ હિટ થયા હતા.
હૃતિકએ વીડીયો પોસ્ટ કરતા ‘ક્રિશ 3’ના પાંચ વર્ષ પુરા થયા પર ફિલ્મ સાથે જોડાયેલ પોતાનો અનુભવ શેર કર્યો છે અને થ્રોબેક વીડીયો પણ પોસ્ટ કર્યો છે. સાથે સાથે તેઓએ એક પોસ્ટ પણ લખીને ફિલ્મ માટેની તેમની ભાવનાઓને વ્યક્ત કરી છે.
આપને જણાવી દઈએ કે હૃતિકની આ પોસ્ટથી તેમના ચાહકો ખુબ જ ખુશ છે. કેમકે તેમનો પ્રિય સુપરસ્ટાર ફરી એક વાર અમેઝિંગ સાહસો સાથે સ્ક્રીન પર જોવા મળશે. હૃતિક રોશન આજકાલ તેમની આગામી ફિલ્મ ‘સુપર 30’માં વ્યસ્ત છે આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2019 ના રોજ આગામી વર્ષે રિલીઝ થશે.