Not Set/ ભાજપનો 150 પ્લસ બેઠક જીતવાનુ લક્ષ્ય ત્યા બીજી બાજુ સીએમના મતવિસ્તારમાં જ મતદાનનો બહિષ્કાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ દ્રારા 150 પ્લસનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના મતવિસ્તારમાં આવેલ કાલાવડ રોડ પરના એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 200 પરિવારના લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે, ખરાબ રસ્તા, ડ્રેનેજ સહિતની સમસ્યાથી કંટાળી આગામી ચૂંટણીમાં સીએમ રૂપાણીના જ મતવિસ્તારના લોકો એ મતદાન ન […]

Gujarat
thamb 1510823788 ભાજપનો 150 પ્લસ બેઠક જીતવાનુ લક્ષ્ય ત્યા બીજી બાજુ સીએમના મતવિસ્તારમાં જ મતદાનનો બહિષ્કાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ દ્રારા 150 પ્લસનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના મતવિસ્તારમાં આવેલ કાલાવડ રોડ પરના એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 200 પરિવારના લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે, ખરાબ રસ્તા, ડ્રેનેજ સહિતની સમસ્યાથી કંટાળી આગામી ચૂંટણીમાં સીએમ રૂપાણીના જ મતવિસ્તારના લોકો એ મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે અને મતદાનનો બહિષ્કાર કરીએ છીએ તે પ્રકારના પોસ્ટર સોસાયટીના ગેઇટ બહાર લગાડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા જાણવવામાં આવ્યુ કે મહિલાઓએ ભાજપ કાર્યાલયે ફોન કરી કહ્યું હતું કે, સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો અમે મત નહીં આપીએ ત્યારે વળતો જવાબ મળ્યો હતો કે, અમારે તમારા મતની જરૂર નથી.જયારે આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અનેક જગ્યાએ મતદાન બહિષ્કારના બેનરો પણ જોવા મળ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તારમા કાલાવડ રોડ પર આવેલ એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લોકો ખરાબ રસ્તા, ઉભરાતી ગટર, ડ્રેનેજની સમસ્યાઓનો સામનો કરી રહયા છે તો સોસાયટીની આસપાસ રાખેલી ફેન્સિંગવાળી દીવાલ તૂટી ગયા બાદ વર્ષોથી રીપેર પણ કરવામાં આવી નથી. જે બાબતે એ. જી.ના મેનેજર અને કોર્પોરેશન કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કરી રહયા છે ઉલ્લેખનીય છે કે એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં 200થી વધુ પરિવાર વસવાટ કરે છે તે તમામ લોકો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા, ડ્રેનેજની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે હાલ મહિલાઓ દ્રારા રોષ વ્યકત કરવામાં આવી રહયો છે અને પોતાની સોસાયટીના ગેઇટ પર ” મતદાનનો બહિષ્કાર કરીએ છીએ તથા કોઈ જ પક્ષે મત માગવા અહીં આવવું નહીં ” આ પ્રકારનું પોસ્ટર લગાવી પોતાનો ઉગ્ર રોષ દર્શાવ્યો છે.