Not Set/ ભારતીય ફાર્મા કંપનીઓ સમગ્ર વિશ્વ માટે કોરોનાની રસી બનાવવા છે સક્ષમ : બિલ ગેટ્સ

  માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માત્ર દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે કોવિડ-19 રસી બનાવવા માટે સક્ષમ છે. ભારતનાં ફાર્મા ઉદ્યોગની પ્રશંસા કરતાં ગેટ્સે કહ્યું, “ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ફાર્મા કંપનીઓ ભારતમાં કોરોના રસી બનાવવા માટે મદદ કરવા […]

World

 

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માત્ર દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે કોવિડ-19 રસી બનાવવા માટે સક્ષમ છે. ભારતનાં ફાર્મા ઉદ્યોગની પ્રશંસા કરતાં ગેટ્સે કહ્યું, “ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ફાર્મા કંપનીઓ ભારતમાં કોરોના રસી બનાવવા માટે મદદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.”

ડિસ્કવરી પ્લસની એક ડોક્યુમેન્ટરી ‘COVID-19: India’s War Against The Virus’ માં ગેટ્સે કહ્યુ કે, ભારતને પોતાના વિશાળ આકાર અને શહેરોમાં ખૂબ વધુ જનસંખ્યા ઘનત્વનાં કારણે સ્વાસ્થ્ય સંકટનાં કારણે એક મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની રસી પૂરી પાડવા માટે સક્ષમ છે. ભારત પાસે ઘણી સંભાવનાઓ છે.

બિલ ગેટ્સે કહ્યું કે, અહીંની ફાર્માસ્યુટિકલ અને રસી કંપનીઓ સમગ્ર વિશ્વ માટે વિશાળ સપ્લાયર્સ છે. તમે જાણો છો, મોટાભાગની રસી ભારતમાં બનાવવામાં આવે છે. સીરમ સંસ્થા સૌથી મોટી રસી ઉત્પાદક છે. તેમણે કહ્યું કે, હું ઉત્સાહિત છું કે ભારતનો ફાર્મા ઉદ્યોગ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રસી પેદા કરી શકશે. આપણે મૃત્યુઆંક ઘટાડવાની જરૂર છે, અને ખાતરી કરવાની જરૂર છે કે રોગને નાબૂદ કરવાની પ્રતિરક્ષા આપણી અંદર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.