Not Set/ ભારતીય રેલમાં પણ શકિતની ઉણપ,વારંવાર ઉતરે છે પાટા પરથી.

                  એક જ અઠવાડિયાની અંદર દેશમાં ત્રીજી રેલ દુર્ઘટના. મુંબઈમાં સીએસએમટી-અંધેરી લોકલ ટ્રેનનાં ડબ્બાં પાટા પરથી નીચે ઉતર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ઘટનામાં પાંચ લોકોના ઘાયલ થયાંની જાણકારી મળી છે.રેલ અધિકારીઓ પ્રમાણે આ દુર્ઘટના પાછળના કારણો અંગેની તપાસ શરુ કરી દેવાઈ છે.જોકે રજાઓના સમયે આ ધટના સર્જાઈ હોવાથી વધારે ભીડ ન હતી.               ગત શનિવારે […]

India
big 382989 1442307754 ભારતીય રેલમાં પણ શકિતની ઉણપ,વારંવાર ઉતરે છે પાટા પરથી.
                  એક જ અઠવાડિયાની અંદર દેશમાં ત્રીજી રેલ દુર્ઘટના. મુંબઈમાં સીએસએમટી-અંધેરી લોકલ ટ્રેનનાં ડબ્બાં પાટા પરથી નીચે ઉતર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ઘટનામાં પાંચ લોકોના ઘાયલ થયાંની જાણકારી મળી છે.રેલ અધિકારીઓ પ્રમાણે આ દુર્ઘટના પાછળના કારણો અંગેની તપાસ શરુ કરી દેવાઈ છે.જોકે રજાઓના સમયે આ ધટના સર્જાઈ હોવાથી વધારે ભીડ ન હતી.
              ગત શનિવારે જ યુપીના મુઝ્ઝફરનગરમાં કલિંગ-ઉત્કલ એક્સપ્રેસ પણ પાટેથી ઉતરી હતી.આ ઘટનામાં 22લોકોના મોત નિપજ્યાં હતાં અને 156 ઘાયલ થયાં હતાં.જ્યારે આ ઘટનાનાં ચાર દિવસ પછી ફરી એક દુર્ઘટના યુપીના ઓરૈયા ખાતે ઘટી હતી.જેમાં 70 યાત્રીઓ ઘાયલ થયાં હતાં.આ દુર્ઘટના બાદ રેલવે બોર્ડના અધ્યક્ષ એકે મિત્તલે રાજીનામુ આપ્યુ હતું.કેન્દ્ર સરકારે તેમનુ રાજીનામુ મંજૂર કરતાં એયર ઈન્ડીયાના પ્રમુખ અશ્વિની લોહાનીની અધ્યક્ષ પદ માટે નિયુક્તી કરી હતી.આ ઉપરાંત રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ રાજીનામાની માંગણી કરતાં પીએમ મોદીએ તેમને આ અંગે રાહ જોવાનું સૂચન કર્યુ છે.