Not Set/ ભારતે ઇંગ્લન્ડને 75 રને હરાવ્યું, સીરિઝ પર 4-0 થી કબ્જો

ચેન્નઇઃ ભારતે એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં સીરિઝની અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતે ઇંગ્લન્ડની ટીમને 75 રને અને એક ઇનિંગ્સે હાર આપી હતી. ઇંગ્લેન્ડ 207 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં ઐતિહાસિક 759 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમા કરૂણ નાયરે 303 રનની અને રાહુલની 199 રનની મહત્વનું યોગદાન રહ્યું […]

Uncategorized

ચેન્નઇઃ ભારતે એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં સીરિઝની અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતે ઇંગ્લન્ડની ટીમને 75 રને અને એક ઇનિંગ્સે હાર આપી હતી. ઇંગ્લેન્ડ 207 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં ઐતિહાસિક 759 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમા કરૂણ નાયરે 303 રનની અને રાહુલની 199 રનની મહત્વનું યોગદાન રહ્યું હતું. ભારતે 282 રનની લીડ મેળવી હતી.

રવિંદ્ર જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી. તો ઇશાંત શર્મા, અમિત મિશ્રા, ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ ની બેટિંગ લાઇન ભારતીય બોલરો સામે ટકી શકી ના હતી. એક બાદ એક વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કુક 49 રન, કિટોન જેનિંગ 54 રન અને મોઇન અલી 44 રનનો સર્વાધિક સ્કોર હતો.