Not Set/ ભારત-ઇઝરાયેલ વચ્ચે ૭ મહત્વનાં કરાર, કૃષિ, અંતરિક્ષ, ગંગા સફાઈનો સમાવેશ

ઇઝરાયેલ મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદી પોતાના બીજા દિવસની શરૂઆત પ્રેસિડન્ટ  રીવ્લીન સાથે મુલાકાતથી કરી. પ્રેસિડન્ટ રુવેને પ્રોટોકોલ તોડીને મોદીનું વેલકમ કર્યું હતું. પ્રેસિડન્ટ સાથેની મુલાકાત પછી મોદી ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહને મળ્યા. બંને નેતાઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી જેમાં બંને નેતાઓએ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. મિટિંગ બાદ મોદી અને ઇઝરાયેલના પીએમએ જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સ યોજી ભારત-ઇઝરાયેલ […]

Uncategorized
ઇઝરાયેલ મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદી પોતાના બીજા દિવસની શરૂઆત પ્રેસિડન્ટ  રીવ્લીન સાથે મુલાકાતથી કરી. પ્રેસિડન્ટ રુવેને પ્રોટોકોલ તોડીને મોદીનું વેલકમ કર્યું હતું. પ્રેસિડન્ટ સાથેની મુલાકાત પછી મોદી ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહને મળ્યા. બંને નેતાઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી જેમાં બંને નેતાઓએ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. મિટિંગ બાદ મોદી અને ઇઝરાયેલના પીએમએ જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સ યોજી ભારત-ઇઝરાયેલ વચ્ચે થયેલા 7 કરારો અંગે માહિતી આપી હતી….
ઇઝરાયેલ સાથે થયા 7 કરાર
ભારત-ઇઝરાયેલ ઈન્ડસ્ટ્રિયલ R&D અને ટેક્નોલોજીકલ ઈનોવેશન ફન્ડ મુદ્દે એમઓયુ થયા.
નાના સેટેલાઈટ માટે ઈલેક્ટ્રોનિક પ્રોપ્યુલ્શનમાં કો-ઓપરેશન માટે પણ MoU કરવામાં આવ્યા છે.
સ્ટેટ વોટર યુટિનિલિટીને લઈને ભારત-ઇઝરાયેલ વચ્ચે MoU થયા હતા.
ભારત-ઇઝરાયેલ વચ્ચે બીજો એક MoU ભારતમાં વોટર કન્ઝર્વેશનને લઈને થયો હતો.
ભારત-ઇઝરાયેલ વચ્ચે એગ્રીકલ્ચરના વિકાસ માટે 2018-2020 ત્રણ વર્ષના કરાર થયા છે.
ઇઝરાયેલ સાથે એટોમિક ક્લોક્સમાં કો-ઓપરેશનને લઈને કરાર કરવામાં આવ્યા છે.
GEO-LEO ઓપ્ટિકલ લિન્કમાં કો-ઓપરેશન માટે પણ MoU કરવામાં આવ્યા છે.