Not Set/ ભારત બાદ હવે Google ની પણ ચીન સામે લાલ આંખ, ડ્રેગનને આપ્યો ઝટકો

  કોરોનાકાળમાં ચીન દ્વારા થઇ રહેલા બોર્ડર વિવાદ બાદ ભારતે ચીની એપને બેન કરવાનુ શરૂ કર્યુ છે. જે બાદ સમગ્ર વિશ્વમાં પણ ચીની એપને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. અમેરિકા અને જાપાન જેવા દેશો પણ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ગૂગલે પણ ડ્રેગન સામે એક મોટું પગલું ભરતા […]

World
a35db52df17d7d62937e98b5fc72decb ભારત બાદ હવે Google ની પણ ચીન સામે લાલ આંખ, ડ્રેગનને આપ્યો ઝટકો
 

કોરોનાકાળમાં ચીન દ્વારા થઇ રહેલા બોર્ડર વિવાદ બાદ ભારતે ચીની એપને બેન કરવાનુ શરૂ કર્યુ છે. જે બાદ સમગ્ર વિશ્વમાં પણ ચીની એપને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. અમેરિકા અને જાપાન જેવા દેશો પણ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ગૂગલે પણ ડ્રેગન સામે એક મોટું પગલું ભરતા ચીનને મોટો ફટકો આપ્યો છે.

ગૂગલે 2500 થી વધુ ચીનથી જોડાયેલ યુટ્યુબ ચેનલોને દૂર કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઇનીઝ યુટ્યુબ ચેનલો પર જૂઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. જે બાદ ગૂગલે આ ચેનલો પર કાર્યવાહી કરી તેમને દૂર કરી દીધા છે. ગૂગલે તેની ભ્રામક માહિતી માટે ચાલતા ઓપરેશનનાં ત્રિમાસિક બુલેટિનમાં આની જાણ કરી છે. મળતી માહિતી મુજબ ગૂગલે એપ્રિલથી જૂન વચ્ચે યુટ્યુબથી આ ચાઇનીઝ ચેનલોને હટાવી દીધી છે. આ અંગે ગૂગલે કહ્યું કે, ચીન સંબંધિત ઈન્ફલ્યુએન્સ ઓપરેશન્સ માટેની ચાલી રહેલી તપાસ હેઠળ આ પગલુ લેવામાં આવ્યું છે.

જો કે, ગૂગલે જે ચાઇનીઝ યુટ્યુબ ચેનલોને દૂર કરી છે તેનું નામ જાહેર કરાયું નથી. પરંતુ આ પગલાને લગતી કેટલીક અન્ય માહિતી આપવામાં આવી છે. ઓપરેશનનાં ત્રિમાસિક બુલેટિન અનુસાર, યુ ટ્યુબ અનુસાર, સામાન્ય રીતે આ ચેનલો પર સ્પૈમી અને બિન-રાજકીય સામગ્રી પોસ્ટ કરાઈ હતી. પરંતુ તેમાં રાજકારણ સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ હતી. કંપનીએ કહ્યું કે સમાન પ્રવૃત્તિવાળા વીડિયોની લિંક્સ પણ ટ્વિટર પર જોવા મળી હતી. એપ્રિલમાં ડિસઇન્ફોર્મેશન અભિયાનમાં તેને સોશિયલ મીડિયા એનાલિટિક્સ કંપની ગ્રાફિકા દ્વારા ઓળખવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ચીની દૂતાવાસે હજી સુધી ગૂગલની કાર્યવાહી અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, આ પહેલા ચીને ભ્રામક અને ખોટી માહિતી ફેલાવવા સંબંધિત તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.