Not Set/ મધ્ય પ્રદેશ: કમ્પ્યુટર બાબા સહિત પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે જે પાંચ સંતોના રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો જેમાં એક કમ્પ્યુટર બાબાએ સરકાર વિરુદ્ધ નર્મદાગોટાળા રથ યાત્રાની નીકળવાના હતા પરંતુ સરકારના રાજ્યમંત્રી બનતાની સાથે જ તેમના સુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ તેને આ વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી સાથે જોડીને જોઈ રહી છે.  પાંચ ધાર્મિક નેતાઓમાં નર્મદાનંદ, કોમ્પ્યુટર બાબા, હરિહરનંદ મહારાજ, પંડિત યોગેન્દ્ર મહંત અને […]

India
Computer Baba feachure મધ્ય પ્રદેશ: કમ્પ્યુટર બાબા સહિત પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે જે પાંચ સંતોના રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો જેમાં એક કમ્પ્યુટર બાબાએ સરકાર વિરુદ્ધ નર્મદાગોટાળા રથ યાત્રાની નીકળવાના હતા પરંતુ સરકારના રાજ્યમંત્રી બનતાની સાથે જ તેમના સુર બદલાઈ ગયા છે.

કોંગ્રેસ તેને આ વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી સાથે જોડીને જોઈ રહી છે.  પાંચ ધાર્મિક નેતાઓમાં નર્મદાનંદ, કોમ્પ્યુટર બાબા, હરિહરનંદ મહારાજ, પંડિત યોગેન્દ્ર મહંત અને ભય્યુ મહારાજ સામેલ છે. જેમાં થોડાક સમય પહેલા કમ્પ્યુટર બાબાએ એક પોસ્ટ શેર કરીની નર્મદા ગોટાળા રથ યાત્રા નીકળવાની વાત કહી હતી. આ યાત્રા ૧ એપ્રિલથી લઈને મે સુધી પુરા પ્રદેશનમાં નીકળવાની હતી.

કમ્પ્યુટર બાબા મધ્ય પ્રદેશના ખુબ ચર્ચિત નામ છે જેમનું નામ નામદેવદાસ ત્યાગી છે. તેમનું કોમ્પ્યુટર બાબા નામ એટલા માટે પડ્યું કે તેમનું દિમાગ ખુબજ તેજ છે. શિવરાજ સિંહે આ ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવાના નિર્ણયની લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ કઈ પણ બોલવાથી બચી રહ્યા હતા, મીડિયાને આ અંગે પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો નથી.

પંડિત યોગેન્દ્ર મહંત કહ્યું કે એમની રાજ્યમંત્રી દરજ્જાની સાથે તમામ પ્રકારની સુવિધાઓ પણ મળશે. સરકાર તમામ વર્ગો માટે કામ કરી રહી છે. નદીઓના સંરક્ષણ માટે અની નદીકિનારે વૃક્ષારોપણ માટે સરકાર પ્રજાને પોતાની સાથે જોડવાની કોશિષ કરી રહ્યું છે. સરકારે નર્મદા નદીના સંરક્ષણમાટેં કમિટી તૈયાર કરી છે જેમાં સામેલ પાંચેય સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે. માત્ર રાજ્યમંત્રીનો દરજ્જો જ નહી પરંતુ તેમને પદ સાથે જોડતી તમામ પ્રકારની સુવિધાઓ પણ સંતોને આપશે.