Not Set/ પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?

દલિત શીખને મુખ્યમંત્રી, જાટ શીખ અને હિંદુને નાયબ મુખ્યમંત્રી બનાવવાનું પગલું ‘એડવેન્ટેજ કોંગ્રેસ’ હોવાનું ઘણા રાજકીય નિરીક્ષકો માને છે

India Trending
amzone 10 પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?

પંજાબના મુખ્યમંત્રી પદેથી અમરીન્દર સિંધ એટલે કે કેપ્ટનને હટાવી નવા કેપ્ટન તરીકે ચરણજીત ચન્નીની નિમણૂક કરીને કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાતવાળી કરી છે તેમ કહેવું તેના કરતાં ત્યાં લડતા બન્ને જૂથોને શાંત કરવા માટે પ્રયાસ કર્યો છે. જાે કે કેપ્ટન અને ક્રિકેટરની શાબ્દિક લડાઈ શાંત પડી નથી. હવે બન્નેએ એકબીજાને પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો કર્યા છે. આ નવી વાત નથી કોઈપણ નેતા સામા પક્ષવાળાને પાકિસ્તાન સાથે જાેડવાની દેશમાં ફેશન છે. ઘણા નેતાઓને પણ પાકિસ્તાની ઉમર અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા વિગેરેનું નામ લઈ શકાય. જાે કે ચૂંટણી ટાણે ગમે ત્યાંથી આતંકવાદ પણ આવી જાય છે અને પાકિસ્તાન પણ આવી જાય છે. એકબીજા પર આક્ષેપબાજી પણ થાય છે. પરંતુ કોંગ્રેસમાં તો સરહદી રાજ્ય પંજાબના બે જવાબદાર (કે બે જવાબદાર) નેતાઓ એકબીજા પર પ્રહારો કરતાં થઈ ગયા છે. આ એક કોંગ્રેસના રાજકારણની કાળી ટીલી અને પક્ષને નુકસાન કરનારું વલણ ગણાય.

jio next 5 પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?

પંજાબમાં કેપ્ટનના અનુગામી તરીકે સુખવિંદર રંઘાવા, સુનિલ ઝાખડ અને સિધ્ધુ અને ઓપી સોનીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. આમ દલિત, શીખ અને હિંદુ એમ ત્રણ સમુદાયને જાળવી લેવાયા છે. સુખવિંદરસિંઘ રંધાવાને જાટ શીખ સમુદાયના નેતા ગણવામાં આવે છે. હવે રાજકીય વર્તૂળોમાં આ અંગે જાતજાતની ચર્ચા થઈ રહી છે. પરંતુ મોટાભાગના રાજકીય વર્તૂળો કહે છે કે દલિત શીખને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે ૩૨ ટકા વસતિ ધરાવતા દલિત સમૂદાયને મહત્ત્વ આપ્યું છે. પંજાબમાં ૧૧૭માંથી ૩૪ બેઠક રિઝર્વ છે અને બીજી ૧૬ બેઠકો પર દલિત મતોની સંખ્યા વધારે છે. આમ ૫૦ બેઠકો પર આની અસર થાય તેમ છે. બીજુ ચન્ની દલિત શીખ છે એટલે શીખમાં પણ ગણાવાય છે. જ્યારે સુખવિંદરસિંઘ રંધાવાને નાયબ મુખ્યમંત્રી બનાવી હિંદુ બહુમતીવાળા વિસ્તારોને કોંગ્રેસે અંકે કરવાનો પ્રયાસ કર્યો છે.

ચરણજીત ચન્ની
ચરણજીત ચન્ની

બીજી વાત એ કે શીખ જાટ સમૂદાયનો વર્ગ મૂળ અકાલીદળની વોટબેંક પણ છે પણ ૨૦૧૭માં આ સમાજ આમ આદમી પાર્ટી તરફ ઢળ્યો હતો. આ અંગે નિષ્ણાતો વધુમાં એમ પણ કહે છે કે અકાલીદળ અને આપના મતદારોને પોતાના તરફ ખેંચવા કોંગ્રેસ પત્તા ઉતરી છે તો ભાજપનું ત્યાં નોંધપાત્ર વર્ચસ્વ નથી. જે કોઈ મતો મળતા હતા તે અકાલીદળના કારણે મળતા હતા. ભાજપને ત્યાં હિંદુ મતો આધારરૂપ કહી શકાય પણ કોંગ્રેસે સોનીને ડેપ્યુટી સીએમ બનાવીને આ કાર્ડ તેની પાસેથી છીનવી લીધું છે. હવે તો નારાજ કેપ્ટનની વધુ નારાજગીમાં પરિવર્તન થાય અને ભાજપ તરફ ઢળે તો જ ભાજપને ફાયદો થાય તેમ છે. ટૂંકમાં કેપ્ટન ભળે તો તે ભાજપના ઉદ્ધારક બને તેમ છે. ઘણા રાજકીય વર્તૂળોએ આ અંગે અટકળો પણ કરી છે.

અત્યાર સુધી ભાજપ સાથે અને ભૂતકાળમાં ભાજપ વગર સત્તાના સૂત્રો સંભાળનાર શીરોમણી અકાલીદળે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બસપા સાથે જાેડાણ કરી દલિત મતદારોને પોતાના તરફ આકર્ષવા માટેનો દાવ ખેલ્યો હતો. પરંતુ તેની સામે કોંગ્રેસે દલિત – શીખ કાર્ડ એક જ ધડાકે ઉતરીને અકાલીદળના ગણિતને ઉંધા પાડવાનો પ્રયાસકર્યો છે. આમ એકસાથે ત્રણ મોટા સમુદાયને પોતાના તરફ વાળવાનો દાવ ખેલી કોંગ્રેસે ૧૧૭ પૈકી ૮૦થી વધુ બેઠકો પરના વિરોધીઓના ગણિતને ઉંધા પાડી સમીકરણો ફેરવી નાખ્યા છે. પંજાબમાં કોંગ્રેસે કામ તો કર્યુ જ છે. ખેડૂત આંદોલનને કોંગ્રેસનો ટેકો પહેલેથી હતો, આજે પણ છે. માનો કે કૃષિકાયદા ચૂંટણી પહેલા રદ થાય તો પણ કોંગ્રેસ દાવા સાથે કહી શકે તેમ છે કે કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓની સાથે અમે પણ સહભાગી છીએ. ઉલ્ટાનું એમ કહી શકે તેમ છે કે કૃષિકાયદા કર્યા જ નહોત અથવા તો આંદોલન શરૂ થયું અને મંત્રણાના પ્રથમ બે દોરમાં રદ કર્યા હોત તો મોટી સંખ્યામાં ખેડૂતોને શહીદ થવાનો તો વારો ન જ આવ્યો હોત. ટૂંકમાં કોંગ્રેસ માટે જાે લાભ લેતા આવડે તો બેય હાથમાં લાડવા જેવી સ્થિતિ છે.

amrinder 1 પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?
જાે કે આની સાથે રાજકીય વર્તૂળો એવો ભય પણ વ્યક્ત કરી રહ્યા છે કે જાે કેપ્ટન આડા ફાટે અને કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરે તો ભાજપને એક મજબૂત ચહેરો મળે તેમ છે. જે કોંગ્રેસ આપ અને અકાલીદળ એ ત્રણેય સામે લડી શકે. જાે કે પંજાબ ભાજપના નેતાઓના ભોગે આ પગલું હશે તેવું પંજાબ ભાજપના નેતાઓ માને છે. છેલ્લા ત્રણ દિવસથી આવી અટકળો અંગે પંજાબ ભાજપના એક આગેવાને કહ્યું કે ભાજપને બીજા પક્ષમાંથી આયાત કરાયેલા નેતાઓ પર ક્યાં સુધી આધાર રાખવાનો છે ? કેટલાક વર્તૂળોએ એમ પણ કહ્યું કે ટીએમસીમાંથી મોટી સંખ્યામાં નેતાઓને આયાત કરી ૨૦૦ પ્લસ બેઠકો સાથે પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનો દાવ ભાજપે ખેલ્યો હતો, પરંતુ બંગામાં ભાજપને સત્તા તો ન મળી અને તાકાત વધી છે તેવું આશ્વાસન મેળવીને સંતોષ માનવો પડ્યો તે તો ઠીક પણ ચૂંટણી પહેલા ભાજપમાં ભળેલા ટીએમસીના નેતાઓએ ઘરવાપસી શરૂ કરી દીધી છે તેનું શું ? પંજાબમાં આ ઈતિહાસનું પુનરાવર્તન ભાજપ માટે નહિ થાય તેવી કોઈ ખાતરી ખરી ? બીજું કોંગ્રેસની તાકાતના ૫૦ ટકા કરતાં વધુ સભ્યો કેપ્ટનની સામે હતા એટલે તો નેતાગીરી બદલાઈ છે. કેપ્ટનના વફાદાર ધારાસભ્યોની સંખ્યા ૧૦ કે ૧૨ અગર તો વધી વધીને ૧૫ ની છે. સિદ્ધુના પોતાના અંગત આઠ ધારાસભ્યો છે. આ સંજાેગો વચ્ચે નવા મુખ્યમંત્રીની વરણીનો ભાજપને કે અકાલીદળને સીધો લાભ થાય તેમ નથી.

sidhu પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?
હા તમામ સ્થળે વચનોનો વરસાદ વરસાવી દિલ્હી જેવી સરકાર આપવાનો અને કોંગ્રેસની જુથબંધીથી ખેંચતાણથી નુકસાન પંજાબને થયું છે તેવું ચિત્ર આમ આદમી પાર્ટી ઉભું કરી રહી છે તે અમુક બેઠકો પર નડી શકે છે. પરંતુ આનાથી અકાલીદળ કે ભાજપને અથવા તો અકાલી બસપાના જાેડાણને કોઈ ફાયદો થવાનો નથી. જાે કે કોંગ્રેસ દ્વારા એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીની પસંદગીમાં જ પંજાબના એકસાથે ચાર સમાજને સાચવી લીધાનો સંકેત આપી દીધો છે. પંજાબના રાજકારણને જેઓ જાણે છે અને સમજે છે તેવા ઘણા આગેવાનો પરિવર્તન એડવેન્ટેજ કોંગ્રેસ જ માને છે.

oxigen 20 પંજાબમાં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક સફળ થશે ?
જાે કે કેન્દ્ર સરકારના પ્રધાનોની ફોજ પણ આવશે. પણ કૃષિ કાયદાઓ રદ થાય તો જ આ ફોજ પંજાબમાં પ્રચાર કરી શકશે તેવું અત્યારનું વાતાવરણ છે. યુપીમાં કૃષિકાયદા સામે ભાજપના જ એક વગદાર એ જનાધારવાળા સાંસદ વરૂણ ગાંધી સહિત ઘણાએ અવાજ ઉઠાવ્યો છે. જાે કે કૃષિકાયદામાં યુટર્ન જ ભાજપને યુપીમાં વધારે અને પંજાબ ઉત્તરાખંડમાં અસ્તિત્વ જાળવવા જેવો ફાયદો અપાવી શકે તેમ છે તેવું રાજકીય વર્તૂળો માને છે.

તાલીબાન બન્યું ભસ્માસુર / પોતાના જ સુપ્રીમ નેતા અખુંદઝાદાની  હત્યા; મુલ્લા બરાદરને બનાવ્યા બંધક