Not Set/ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને બનાવવામાં આવ્યા દિલ્હી ભાજપનાં અધ્યક્ષ

દિલ્હીનાં સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને બદલીને આદેશ ગુપ્તાને દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. મનોજ તિવારીને કેમ પદ પરથી હટાવવામાં આવ્યા તે પાછળનું કારણ અત્યારે સ્પષ્ટ નથી. આપને જણાવી દઇએ કે, મનોજ તિવારીને પદ પરથી હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. […]

India
19713d49847a1ef88f43171466fb6aab 1 મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને બનાવવામાં આવ્યા દિલ્હી ભાજપનાં અધ્યક્ષ

દિલ્હીનાં સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને બદલીને આદેશ ગુપ્તાને દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. મનોજ તિવારીને કેમ પદ પરથી હટાવવામાં આવ્યા તે પાછળનું કારણ અત્યારે સ્પષ્ટ નથી.

આપને જણાવી દઇએ કે, મનોજ તિવારીને પદ પરથી હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે મનોજ તિવારીની જગ્યા લેશે. આદેશ ગુપ્તા ઉત્તર એમસીડીનાં પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને હાલમાં તે કાઉન્સેલર છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને દિલ્હી ભાજપ અધ્યક્ષ પદ પર નિયુક્ત કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે મનોજ તિવારીએ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો હતો, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને કારણે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થોડા દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપનાં ઉત્તર-પૂર્વ દિલ્હીનાં સાંસદ મનોજ તિવારીનાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ દરમિયાન દિલ્હીમાં ચૂંટણી લડવામાં આવી. પરંતુ પાર્ટીને દિલ્હીની શાસક આમ આદમી પાર્ટીનાં હાથથી મોટી હારનો સામનો કરવો પડ્યો. મનોજ તિવારી તાજેતરમાં જ્યારે લોકડાઉન હેઠળ બાજવુદ સોનીપટનાં એક સ્ટેડિયમમાં ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે તેમની ખૂબ આલોચના થઇ હતી. તેનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે લોકો વચ્ચે સ્ટેડિયમમાં ગીતો ગાઇ રહ્યા હતા. જો કે મનોજ તિવારીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ લોકડાઉનનાં નિયમનો ભંગ કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.