Not Set/ મહેન્દ્રસિંહ ધોનીની ફિનિસરની ભૂમિકા અંગે રાહુલ દ્રવિડે કર્યો મોટો ઘટસ્ફોટ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગની પ્રશંસા કરતા કહ્યું કે, વિકેટકિપર-બેટ્સમેન મેચનાં અંતે બેટિંગ કરતો હતો, જાણે તેને પરિણામ સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, દબાણની પરિસ્થિતિમાં પણ ધોનીએ પરિણામની ચિંતા કરી નથી. તેણે કહ્યું કે તમે મહેન્દ્ર સિંહ ધોનીને મેચનાં અંતે રમતા જુઓ, તે પોતાનુ બેસ્ટ આપે છે. તમને એવું […]

Uncategorized
daf0bab573898dd6c863d32ee7cdef5a મહેન્દ્રસિંહ ધોનીની ફિનિસરની ભૂમિકા અંગે રાહુલ દ્રવિડે કર્યો મોટો ઘટસ્ફોટ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગની પ્રશંસા કરતા કહ્યું કે, વિકેટકિપર-બેટ્સમેન મેચનાં અંતે બેટિંગ કરતો હતો, જાણે તેને પરિણામ સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, દબાણની પરિસ્થિતિમાં પણ ધોનીએ પરિણામની ચિંતા કરી નથી. તેણે કહ્યું કે તમે મહેન્દ્ર સિંહ ધોનીને મેચનાં અંતે રમતા જુઓ, તે પોતાનુ બેસ્ટ આપે છે. તમને એવું લાગશે કે ધોનીને પરિણામની ચિંતા નથી.

રાહુલ દ્રવિડે ઇએસપીએન ક્રિકઇન્ફોની વિડીયો ચેટમાં સંજય માંજરેકર સાથે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે તમારી પાસે આ ગુણવત્તા હોવી જોઈએ અથવા તમારે આ માટે તાલીમ લેવી જોઈએ. આ એક ગુણવત્તા છે જે મારામાં ક્યારેય નહોતી. કોઈપણ નિર્ણયનું પરિણામ મારા માટે મહત્વનું હતું. ધોનીને પૂછવું જોઇએ કે આ તે તેની કુદરતી ગુણવત્તા છે કે તેણે તેનો વિકાસ કર્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીએ 2004 માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 2005 માં તે પાકિસ્તાન સામે તેના અસલ સ્વરૂપમાં દેખાયો હતો. તેણે છ મેચની શ્રેણીની બીજી મેચમાં 148 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તે ત્રણેય આઇસીસી ટ્રોફી (વનડે વર્લ્ડ કપ, ટી 20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનાર એકમાત્ર કેપ્ટન છે. પ્રથમ વખત, તેણે બિનઅનુભવી ભારતીય ટીમને 2007 માં ટી 20 વર્લ્ડ કપમાં જીત અપાવી અને ખિતાબને દેશનાં નામે કર્યો હતો. ત્યારબાદ તેણે વનડેની કેપ્ટનશીપ સંભાળી હતી. ટેસ્ટમાં અનિલ કુંબલે હોવાથી તેને ટેસ્ટમાં કેપ્ટનશિપ માટે રાહ જોવી પડી હતી. તેની કારકિર્દીમાં તેણે ફિનિશરની છબી મેળવી હતી. ડિસેમ્બર 2014 માં, ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેણે 2017 માં વનડે કેપ્ટનશીપનો ત્યાગ કર્યો હતો, જે વિરાટ કોહલીએ સંભાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.