Not Set/ અનોખી પરંપરાઃ ગાયો દોડાવીને કરી નવા વર્ષની ઉજવણી

૨૫૦ વર્ષ જૂની પરમપરા જાળવી રાખતું બોટાદ જીલાનું કરાયાણી ગામ. ભગવાન સ્વામિનારાયણ આ ગામ આવેલ ત્યાર થી દર બેસતા વર્ષે ગામ ના ચોરા માં લોકો એકઠા થય અને ફટાકડા ફોડી ગામ ની શેરી ઓંમાં ગાયો ધણ દોડાવે છે જેને જોવા માટે આખું ગામ ઉમટી પડે છે .ગાયો ના ધણ દોડાવાનું મહત્વ એ છે કે ગાયો […]

Uncategorized

vlcsnap-error682

૨૫૦ વર્ષ જૂની પરમપરા જાળવી રાખતું બોટાદ જીલાનું કરાયાણી ગામ. ભગવાન સ્વામિનારાયણ આ ગામ આવેલ ત્યાર થી દર બેસતા વર્ષે ગામ ના ચોરા માં લોકો એકઠા થય અને ફટાકડા ફોડી ગામ ની શેરી ઓંમાં ગાયો ધણ દોડાવે છે જેને જોવા માટે આખું ગામ ઉમટી પડે છે .ગાયો ના ધણ દોડાવાનું મહત્વ એ છે કે ગાયો જયારે દોડે ત્યારે જે રજ  ઉડે છે તેથી ગામ માં સુખ્યમ્ય અને નીરોગી રહે છે .

આજે પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાં વર્ષો જૂની પરમપરાઓ ચાલી આવે છે .ત્યારે વાત છે બોટાદ જિલાના કારીયાણી ગામની  કે જ્યાં ૨૫૦ વર્ષ પહેલા ભગવાન સહજાનંદ સ્વામી આવેલ અને ત્યાર થી આ ગામમાં ગાયો ના ધણ દોડવામાં આવે છે જેમાં ગાયો ની આગળ ભરવાડ સમાજ ના લોકો દોડે છે ૫ વખત આ ધણ દોડવામાં આવે છે . અને ખાસ વાત એછે કે ગામમાં દિવાળી ના દિવસે ફટાકડા નથી ફોડતા પણ બેસતા વર્ષ ના દિવસે બપોર બાદ જ્યારે ગાયો ના ધણ દોડાવના હોય ત્યારે ફટાકડા ફોડે છે. છેલા ૨૫૦ વર્ષ થી ગામ ના લોકો પરંપરા મુજબ ગાયો ના ધણ દોડાવે છે જેને જોવા આખું કારીયાણી ગામ ઉમટી પડે છે તેમજ ગામ ના લોકો દ્વારા ભરવાડ સમાજ ના લોકો ને સાલ આપી સન્માનિત કરે છે.આ ગાયો ના ધણ દોડાવાનો મુખ્ય હેતુ એ છે કે ગાયો ના ધણ દોડવાથી જે રજ ઉડે છે અને એ રજ ગામમાં  ઉડે અને ગામ માં લોકો નું સ્વાસ્થ્ય સારું અને નીરોગી રહે તે હેતુથી આ પરંપરા ને  ગામ લોકોએ જાળવી રાખી છે .

દેશ અને દુનિયામાં દિવાળી ના પર્વ ને લોકો ફટાકડા ની આતિશબાજી કરી દિવાળી ના ત્યોહાર ની ઉજવણી કરતા હોય છે .જયારે બોટાદ જિલાના કારીયાણી ગામ કે જ્યાં દિવાળી ના રાત્રીના સમયે લોકો ફટાકડા ફોડતા નથી પરતું નવા વર્ષ ના દિવશે બપોર ના સમયે ગામના ચોરા પાસે આખાય ગામના લોકો એકઠા થય ઢોલ નગારા ના તાલે ફટાકડા ફોડી આતિશબાજી કરે છે .અને ત્યાર બાદ ગાયોના ધણ ને દોડવામાં આવે છે .આવી રીતે વર્ષો જૂની પરંપરા ને ગામ લોકો જાળવી રહ્યા છે .