Not Set/ “મિચ્છામી દુક્કડમ” – આજે પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી

આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સમાપન  પર્યુષણનો અંતિમ દિવસ એટલે સંવત્સરી  આજના પર્વે સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવે છે જૈન ઉપાશ્રયોમાં બારસા સૂત્રનું વાચન કરાશે એકબીજાને લોકો મિચ્છામી દુક્કડમ પાઠવાશે  આજે પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી છે. સંવત્સરી નિમિત્તે બારસા સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જોકે, કોરોનાને પગલે પ્રવર્તમાન સંજોગોમાં આ વખતે શ્રાવકોને ઘરેથી જ સંવત્સરી […]

Navratri 2022
7ba5fae2f361ee90e57d15d368f1b87b "મિચ્છામી દુક્કડમ" - આજે પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી

  • આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સમાપન 
  • પર્યુષણનો અંતિમ દિવસ એટલે સંવત્સરી 
  • આજના પર્વે સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવે છે
  • જૈન ઉપાશ્રયોમાં બારસા સૂત્રનું વાચન કરાશે
  • એકબીજાને લોકો મિચ્છામી દુક્કડમ પાઠવાશે 

આજે પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી છે. સંવત્સરી નિમિત્તે બારસા સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જોકે, કોરોનાને પગલે પ્રવર્તમાન સંજોગોમાં આ વખતે શ્રાવકોને ઘરેથી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું પડશે. કોઇ પણ સંઘે ઓનલાઇન સંવત્સરી પ્રતિક્રમણ નહીં કરવાનો અમદાવાદ જૈન મહાસંઘ દ્વારા અનુરોધ કરાયો છે

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ એટલે કે જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. મહાવીર સ્વામી સ્વંય ક્ષમાના સાગર હતા. તેમના ઉપર અનેક વિધ્નો ઉપસર્ગો આવ્યા હોવા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવ જ રહેતા હતા. સંવત્સરી દરમિયાન આરાધકો લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે, જેમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. જોકે, આ વખતે ઉપાશ્રયોમાં સંવત્સરીનું પ્રતિક્રમણ નહીં કરવામાં આવે. શ્રાવકો ઘરે બેઠા અથવા તો ૧૦-૧૫ લોકો જૂથ બનાવીને સંવત્સરી પ્રતિક્રમણ કરશે. 

જૈન શ્વે. મૂ.પૂ. યુવક મહાસંઘે જણાવ્યું કે, ‘સરકારની ગાઇડલાઇન્સ અનુસાર શ્રાવકો આવતીકાલે ઘરેથી જ સંવત્સરી પ્રતિક્રમણ કરે તેવો અનુરોધ છે. સંવત્સરી પ્રતિક્રમણ બાદ ટેલિફોનિક જ ક્ષમાપના પાઠવવામાં આવે. ‘ સંવત્સરીના બીજા દિવસે એટલે કે રવિવારે તપસ્વીઓના પારણા થશે. જેમાં પણ સરકારની ગાઇડલાઇન પ્રમાણે મહત્તમ 50 લોકો જ ઉપસ્થિત રહે તેવો જૈન મહાસંઘ દ્વારા અનુરોધ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews