Not Set/ મુંબઈના ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશયી

મુંબઈ: મુંબઈના ભિવંડી વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત પડી ગઈ હતી જે ઘટનામાં એકનું મોત થવા પામ્યું છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 20થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગ 20 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં […]

India
vlcsnap 2017 11 24 12h14m49s150 મુંબઈના ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશયી

મુંબઈ:

મુંબઈના ભિવંડી વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારત પડી ગઈ હતી જે ઘટનામાં એકનું મોત થવા પામ્યું છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 20થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગ 20 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં 37 રૂમ છે, અને 12-13 પરિવાર રહે છે. ઘટનામાં 60 વર્ષના બાબુલ ઘોષનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ લોકોને જુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ ખૂબ સાંકડી જગ્યામાં હોવાથી રાહત અને બચાવ કામમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.