Not Set/ મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં બેને ફાંસી તો અબૂ સાલેમ અને કરીમુલ્લાને 25 વર્ષની સજા

 મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મુંબઈની સ્પેશિયલ ટાડા કોર્ટે સજા સંભળાવી  અબુ સાલેમ અને કરીમુલ્લા શેખને 25 વર્ષની કેદની સજા સંભળાવામાં આવી તો સાથોસાથ બે લાખનો દંડ પણ ફટકારાયો છે.અબુ સાલેમને હથિયાર પહોંચાડવાનો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો તો તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની સજા આપવામાં આવી છે. તો […]

India
abu મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં બેને ફાંસી તો અબૂ સાલેમ અને કરીમુલ્લાને 25 વર્ષની સજા
 મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મુંબઈની સ્પેશિયલ ટાડા કોર્ટે સજા સંભળાવી  અબુ સાલેમ અને કરીમુલ્લા શેખને 25 વર્ષની કેદની સજા સંભળાવામાં આવી તો સાથોસાથ બે લાખનો દંડ પણ ફટકારાયો છે.અબુ સાલેમને હથિયાર પહોંચાડવાનો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો તો તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની સજા આપવામાં આવી છે. તો રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા આપવામાં આવી છે. આ કેસમાં ડોન અબૂ સાલેમ સહિત 5 દોષિતોને સજા સંભળાવવામાં આવી. 16 જૂન 2017ના રોજ કોર્ટે આ કેસમાં સાલેમ સહિત મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચન્ટ, કરીમુલ્લા શેખ અને રિયાઝ સિદ્દીકીને દોષિત જાહેર કરવામાં આવ્યાં હતા. જ્યારે એક આરોપી અબ્દુલ ક્યૂમને મુક્ત કરવામાં આવ્યો હતો. તો મુસ્તફા ડોસાનું 28 જૂન, 2017ના રોજ હાર્ટઅટેકથી મોત થયું હતું.
સરકારી વકીલ દિપક સાલ્વીએ જણાવ્યું કે, “ આજે સ્પેશ્યલ ટાડા કોર્ટમાં 1993ના કેસના બીજા પાર્ટ અંગે ફેંસલો સંભળાવવામાં આવ્યો. 5 આરોપીઓને કલમ 120 બી (ષડયંત્ર) અંતર્ગત દોષિત જાહેર કરવામાં આવ્યા છે.”
12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં થયેલાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 257 લોકોનાં મોત થયાં હતાં, જયારે 713 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને કારણે 27 કરોડની મિલકતને નુકસાન થયું હતું. 4 નવેમ્બર, 1993નાં રોજ 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આની પહેલાં 2007માં સુનાવણીના પ્રથમ સ્ટેજમાં ટાડા કોર્ટે 23 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા જયારે યાકૂબ મેમણ અને સંજય દત્ત સહિત 100 લોકોને દોષિત જાહેર કર્યા હતાં. દોષિતોમાંથી મેમણને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. જયારે કે સંજય દત્ત પણ પોતાની સજા પૂરી કરી ચુક્યો છે.
 અબુ સાલેમને બ્લાસ્ટ માટે હથિયાર લાવવા-વહેંચવા, ષડયંત્ર રચવા અને આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.જયારે મુસ્તફા ડોસાને રાયગઢમાં હથિયાર લેન્ડ સહિત આરોપીઓને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવા અને ષડયંત્ર રચવાનો દોષી કરાર કરવામાં આવ્યો છે તો તાહિર મર્ચન્ટ પર કેટલાક લોકોને પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવામાં દોષી ઠેરવવામાં આવ્યો છે.જયારે અબ્દુલ કયૂમને સંજય દત્તની પાસે હથિયાર પહોંચાડવા માટે આરોપી બનાવવામાં આવ્યો હતો તેને મુક્ત કરવામાં આવ્યો છે.એક્સપ્લોસિવ લાવવા માટે અબુ સાલેમને પોતાની કાર આપવાનો દોષી રિયાઝ સિદ્દીકી ઠેરવવામાં આવ્યો છે.તો ફિરોજ અબ્દુલ રાશિદ ખાનને દુબઈમાં થયેલી મીટિંગમાં સામેલ થવા, હથિયાર અને એક્સપ્લોસિવ લાવવામાં મદદ કરવાનો દોષી કરાર કરવામાં આવ્યો છે.ત્યારે કરીમુલ્લા શેખને પોતાના મિત્રને પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ અપાવવા, હથિયાર અને એક્સપ્લોસિવ લાવવામાં મદદ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે બોમ્બ બલાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા તો ટાયગર મેમણ સહિત 33 આરોપીઓ હજુ પણ ફરાર છે