Not Set/ મુઝફ્ફરનગરના ખતૌલી નજીક શનિવારે સાંજે પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ખડી પડતાં 23 પ્રવાસીઓનાં મોત

શનિવારે ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ખડી પડ્યાઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલી નજીક શનિવારે સાંજે પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ખડી પડતાં 23 પ્રવાસીઓનાં મોત થયાં હતાં.રેલવે બોર્ડના સભ્યના સભ્ય એમ જમશેદે રવિવારે બપોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ટ્રેક પર સમારકામ ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. […]

India

શનિવારે ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ખડી પડ્યાઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલી નજીક શનિવારે સાંજે પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 12 ડબા પાટા પરથી ખડી પડતાં 23 પ્રવાસીઓનાં મોત થયાં હતાં.રેલવે બોર્ડના સભ્યના સભ્ય એમ જમશેદે રવિવારે બપોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ટ્રેક પર સમારકામ ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. જે બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. તમામ એંગલથી દુર્ઘટની તપાસ થશે. આજે રાતે 10 વાગ્યા સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત કરી દેવાશે. રેલવેએ સ્વીકાર્યું છે કે ટ્રેક પરથી સમારકામના સાધનો મળ્યા છે. જીઆરપીએ FIR દાખલ કરી છે. રેલવે ટ્રેક પર કઇંક સમારકામ ચાલી રહ્યું હતું, જેમાં સાવધાની રાખવામાં આવી ન હોવાના કાણે પણ દુર્ઘટના બની હોઈ શકે છે. સોમવારથી ઉત્તર રેલવેના સેફ્ટી કમિશનર તપાસ કરશે.ખતૌલી રેલવે સ્ટેશન પાસે થયેલી ટ્રેન દુર્ઘટનામાં રેલમંત્રીએ રેલવે બોર્ડના ઓફિસરોને સાંજ સુધીમાં દુર્ઘટના માટે જવાબદાર કોણ તે નક્કી કરવા જણાવ્યું છે. ત્યારે આ દુર્ઘટના માટે અજાણ્યા લોકોને જવાબદાર ગણાવી હાલ તેમની વિરૂદ્ધ 304 A સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં રેલવેની બેદરકારી સામે આવી છે. ટ્રેક પર બે દિવસથી સિગ્નલિંગનું કામ ચાલી રહ્યું હતું. શનિવારે ઉત્કલના ડ્રાઈવરને કોશન કોલ મળ્યો ન હતો. ઢીલી કપલિંગ વાળા પાટા પર ટ્રેન 105 કિલોમીટરની કલાકની ઝડપથી પસાર થઈ અને પાટા પરથી ઉતરી ગઈ. આવી જગ્યાએ સામાન્ય રીતે સ્પીડ 15-20 કિમી પ્રતિ કલાકની રાખવામાં આવતી હોય છે.