Politics/ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું, ‘આસામમાં CAA લાગુ કરવા પર ભાજપ કેમ ચુપ છે’

લખમીપુર, આસામ: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ દેશમાં ફરી ફરીને નાગરિકતા અધિનિયમ (CAA)ના અમલીકરણની વાત કરી રહ્યા છે, પરંતુ આસામ આવતાની સાથે જ તેઓ તેના પર મૌન ધારણ કરે છે. 2019માં આસામમાં સીએએ વિરુદ્ધ હિંસક દેખાવો થયા હતા અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ અને […]

India
priyanka પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું, 'આસામમાં CAA લાગુ કરવા પર ભાજપ કેમ ચુપ છે'

લખમીપુર, આસામ: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ દેશમાં ફરી ફરીને નાગરિકતા અધિનિયમ (CAA)ના અમલીકરણની વાત કરી રહ્યા છે, પરંતુ આસામ આવતાની સાથે જ તેઓ તેના પર મૌન ધારણ કરે છે. 2019માં આસામમાં સીએએ વિરુદ્ધ હિંસક દેખાવો થયા હતા અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ અને અન્ય છ પાર્ટીઓનું મહાગઠબંધન વિધાનસભાની ચૂંટણી બાદ આસામમાં સરકાર બનાવશે કારણ કે રાજ્યના લોકો ભાજપના ખોટા વચનોથી કંટાળી ગયા છે.

प्रियंका गांधी मथुरा और मुजफ्फरनगर में होने वाली किसान पंचायत में होंगी  शामि‍ल, किसानों को करेंगी संबोधित | Priyanka Gandhi Vadra to address Kisan  Panchayat in ...

રાહુલ ગાંધી બાદ પ્રિયંકાએ આસામની છોકરીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ

કોંગ્રેસ નેતાએ અહીં પાર્ટીના કાર્યકરોની બેઠક બાદ કહ્યું કે, “ચૂંટણી પહેલા ભાજપ મોટા વચનો આપે છે, પરંતુ આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ તેમને પૂરા કરવા માટે કંઇ કરશે નહીં અને લોકોએ આ વાત સમજી લીધી છે.”

પ્રિયંકાએ કહ્યું, “ભાજપના નેતાઓ સીએએ લાગુ કરવા માટે દેશભરમાં વાત કરી રહ્યા છે. પરંતુ જ્યારે તેઓ આસામ આવે છે ત્યારે તેઓ આ વિશે મૌન ધારણ કરી રાખે છે. “આસામમાં તેનો ઉલ્લેખ કરવાની હિંમત નથી.

સીએએનું લક્ષ્ય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાથી આવેલા એવા હિન્દુઓ, શીખ, જૈનો, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું હતું.