Vaccinated/ આરોગ્ય મંત્રી બોલ્યા ‘જે લોકો સક્ષમ છે તેઓ પૈસા આપીને લગાવે રસી, અન્ય દવાઓની જેમ ઉપલબ્ધ નહીં થાય કોરોના વેકસીન’

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે કોરોના રસી સામાન્ય દવાઓની જેમ બજારમાં ઉપલબ્ધ નહીં થાય. ભવિષ્યમાં આવી કોઈ યોજના નથી, કારણ કે હવે બનાવવામાં આવેલી કોરોના રસી ફક્ત કટોકટીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આ રસી નિષ્ણાંતો અને ડૉકટરોની વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી, તેથી તેને અન્ય દવાઓની જેમ બજારમાં ઉપલબ્ધ કરાવવાની સંભાવના […]

India
harsh vardhan આરોગ્ય મંત્રી બોલ્યા 'જે લોકો સક્ષમ છે તેઓ પૈસા આપીને લગાવે રસી, અન્ય દવાઓની જેમ ઉપલબ્ધ નહીં થાય કોરોના વેકસીન'

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે કોરોના રસી સામાન્ય દવાઓની જેમ બજારમાં ઉપલબ્ધ નહીં થાય. ભવિષ્યમાં આવી કોઈ યોજના નથી, કારણ કે હવે બનાવવામાં આવેલી કોરોના રસી ફક્ત કટોકટીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આ રસી નિષ્ણાંતો અને ડૉકટરોની વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી, તેથી તેને અન્ય દવાઓની જેમ બજારમાં ઉપલબ્ધ કરાવવાની સંભાવના નથી.

આરોગ્યમંત્રી હર્ષ વર્ધને આજ તક સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે જે લોકો સક્ષમ છે તેમને માત્ર પૈસા ચૂકવીને રસી લગાવવી જોઈએ. પછી તે મંત્રી હોય કે, સાંસદ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની રસી લગાવીને સ્વદેશીઓને પ્રોત્સાહન આપ્યું છે અને લોકો જે જુદી જુદી વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છે અથવા જે સવાલો ઉભા કરી રહ્યા છે તેમની તમામ ગેરસમજો અને પ્રશ્નોના જવાબ આપ્યા છે.

વેક્સીનેશન અભિયાન : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ અપાશે કોરોનાની રસી

આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું હતું કે સક્ષમ લોકો પૈસા આપીને રસી લગાવવાથી અને અન્ય લોકો પણ આગળ આવીને વધારેમાં વધારે વેકસીન લગાવશે, તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમના વારાની રાહ જોઇ અને સિસ્ટમ પ્રમાણે રસી લગાવી. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે સવાલો ઉઠાવ્યા ત્યારે આરોગ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના આ પ્રશ્નોનોનો શું જવાબ આપવો જોઇએ. તેમને જવાબ આપવા લાયક નથી. આરોગ્યમંત્રીએ કહ્યું કે, કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆતના પહેલા દિવસે 23 લાખ લોકો નોંધાયા છે.

PM મોદી, વિદેશ મંત્રી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી વેક્સિન

કોરોના રસીકરણના બીજા તબક્કામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ જયપુરમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે એઈમ્સ ખાતે COVID-19 રસીનો પહેલો ડોઝ લીધો, મુંબઇની જેજે હોસ્પિટલમાં એનસીપી ચીફ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મંત્રી શરદ પવારે પણ કોરોના રસી લગાવી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેન્નઈની સરકારી મેડિકલ કોલેજમાં કોવિડ રસીનો પહેલો ડોઝ લીધો. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટણાની આઈજીઆઈએમએસ હોસ્પિટલમાં કોરોના રસી લીધી હતી.
==========