Not Set/ મેડિકલ ટીમ પર પથ્થરમારો કરનારા પર ભડક્યા દબંગ સલમાન ખાન, કહ્યુ- હજુ સમય છે સમજી જાઓ, નહી તો….

સમગ્ર વિશ્વ હાલમાં જીવલેણ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. લાખો પ્રયાસો છતાં કોરોના વાયરસનાં કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે, અમેરિકા, ઇટાલી, સ્પેન, ભારત સહિત ઘણા મોટા દેશો આ રોગચાળા સામે મળીને લડત આપી રહ્યા છે. દરમિયાન, ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ […]

India

સમગ્ર વિશ્વ હાલમાં જીવલેણ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. લાખો પ્રયાસો છતાં કોરોના વાયરસનાં કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે, અમેરિકા, ઇટાલી, સ્પેન, ભારત સહિત ઘણા મોટા દેશો આ રોગચાળા સામે મળીને લડત આપી રહ્યા છે. દરમિયાન, ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ છે, તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 12,380 કેસ નોંધાયા છે, જેમાંથી 1,489 ઉપચાર થયા છે જ્યારે 414 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર દેશને આ સમયે ઘરે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે, આ લોકડાઉન દરમિયાન કેટલાક લોકોએ કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યા છે, કેટલીકવાર મેડિકલ ટીમ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેની ચારેબાજુ નિંદા કરવામાં આવી રહી છે, હવે બોલિવૂડનાં દબંગ સલમાન ખાન પણ આ વિરોધી લોકો પર ભડક્યા છે, તેમણે આ વિશે એક વીડિયો પણ શેર કર્યો છે.

જેમાં તેમણે કહ્યું છે કે, ડૉક્ટર્સ અને નર્સો તમારો જીવ બચાવવા આગળ આવ્યા છે, જે લોકો તેમના ઉપર પથ્થરમારો કરી રહ્યા છે, સાવચેત રહો, જો આ ડૉક્ટર્સ તમારી સારવાર નહીં કરે અને પોલીસ રસ્તા પર ન હોત તો થોડા લોકોનાં કારણે, જેના દિમાગમાં ચાલી રહ્યુ છે કે અમને આ નહી થાય, તો તે ભારતનાં ઘણા લોકોને લઇને  ચાલ્યા જશે, હજી પણ સુધારવાની તક છે, નહીં તો એવો સમય ન આવે કે તમને સમજાવવા માટે સેના બોલાવવી પડે. પોતાના વીડિયોમાં સલ્લુ મિયાંએ વધુમાં કહ્યું હતું કે, હવે જીવનનું બિગ બોસ શરૂ થઈ ગયુ છે, આ કોરોના, કોવિડ -19, પહેલા વિચાર્યું હતું કે ફ્લૂ સમાપ્ત થઈ જશે, પરંતુ પરિસ્થિતિ હજી વધુ ગંભીર બની ગઈ છે, તેથી જે આજે સાવધાન નહી રહે તે તેને કોરોના થઇ જશે, તે વ્યક્તિ તેના કુટુંબમાં કોરોના ફેલાવશે, કુટુંબ મહોલ્લાને અને મહોલ્લો દેશને સંક્રમિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.