Not Set/ યૂપીમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, પ્રધાનમંત્રી મોદીએ મતદાન કરવાની કરી અપિલ

નવી દિલ્હીઃ યૂપી વિસાનસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન સવારે 9 વાગે શરૂ થયું હતું. પશ્ચિમ ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટો માટે મતદાન થવાનું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં લાઇનમાં લાગનાર મતદાન કરી શક્શે. સવારે 9 વાગે ગાજીયાબાદમાં 11 અને મુજફ્ફરનગરમાં 15 ટકા મતદાન થયુઁ છે. હાથરસમાં 9 વાગ્યા સુધીમાં 11 ટકા મતદાન અને […]

India
vote1486786319 big યૂપીમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, પ્રધાનમંત્રી મોદીએ મતદાન કરવાની કરી અપિલ

નવી દિલ્હીઃ યૂપી વિસાનસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન સવારે 9 વાગે શરૂ થયું હતું. પશ્ચિમ ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટો માટે મતદાન થવાનું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં લાઇનમાં લાગનાર મતદાન કરી શક્શે. સવારે 9 વાગે ગાજીયાબાદમાં 11 અને મુજફ્ફરનગરમાં 15 ટકા મતદાન થયુઁ છે. હાથરસમાં 9 વાગ્યા સુધીમાં 11 ટકા મતદાન અને સાદાબાદમાં 12 ટકા મતદાન થયુઁ છે. સિંકદરાઉમાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન થયું છે.

મતદાન માટે પોલીસે સુરક્ષાની કડક વ્યસ્થા કરી છે. 826 કંપની કેન્દ્રીય બળોની ડ્યુટી પર લગાવવામાં આવી છે. બાગપતના પોલિંગ બૂથ પર ઇવીએમ મશીનન ખરાબ થવાના સમાચાર પણ મળી રહ્યા છે. જેના લીધે અમુક સમય સુધી મતદાન સમય સુધી અટકાવી દેવામાં આવ્યું છે. તમજ ફિરોજાબાદના લેબર કોલોનીમાં બુથ સંખ્યા 169માં 7.50  સુધી મતદાન શરૂ થઇ શક્યું નથી. મશીન ખરાબ થવાને લીધે આ મુશ્કેલી આવી હતી.

મતદાનના શરૂ થયાબાદ બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા અને મથુરાથી પાર્ટીના ઉમેદવાર શ્રીકાંત શર્મા પણ વોટિંગ કરવા માટે પહોચ્યા હતા. તેમણે પોલિગ સ્ટેશન પર સારી વ્યવસ્થા ના હોવાની વાત પણ કરી હતી.  તેમજ સરઘના સીટથી બીજેપી ઉમેદવાર સંગીત સોમે પણ મતદાન કર્યું હતું. આ દરમિયાન  તેમણે કહ્યું કે,  બીજેપી ચૂંટણીમાં જીત થઇ રહી છે. તેમજ અમરસિંહે સાહિબાબાદમાં મતદાન કર્યું હતું. જ્યાં તેણણે જણાવ્યું હતું કે, મારા માટે એક તરફ કુવો અને બીજી તરફ ખાઇ છે.  તેમણે જણાવ્યું હતું કે, હું મલાયમ સિંહ યાદવ સાથે જરૂર મુલાકાત કરીશ., પરંતુ તેમને કહીશ કે તેમના રષ્ટ્રીય અધ્યક્ષને પુછીને મળે.