Not Set/ રશિયાએ કેવી રીતે તૈયાર કરી દુનિયાની પહેલી કોરોના વેક્સિન.?

  રશિયાએ દાવો કર્યો છે કે, તેણે કોરોનાની જે વેક્સીન તૈયાર કરી છે તે ક્લિનિક્લ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. વેક્સીનનું ટ્રાયલ 42 દિવસ પહેલાં મોસ્કોના બુર્ડેંકો મિલિટરી હોસ્પિટલમાં શરૂ થયું હતું. વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ મળીને તૈયાર કરી છે. વિશ્વમાં કોરોના વેક્સિન તૈયાર કરવાની હોડ ચાલી […]

World
7e6f894b4cdde74b6173661914c2a36a રશિયાએ કેવી રીતે તૈયાર કરી દુનિયાની પહેલી કોરોના વેક્સિન.?
 

રશિયાએ દાવો કર્યો છે કે, તેણે કોરોનાની જે વેક્સીન તૈયાર કરી છે તે ક્લિનિક્લ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. વેક્સીનનું ટ્રાયલ 42 દિવસ પહેલાં મોસ્કોના બુર્ડેંકો મિલિટરી હોસ્પિટલમાં શરૂ થયું હતું. વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ મળીને તૈયાર કરી છે.

વિશ્વમાં કોરોના વેક્સિન તૈયાર કરવાની હોડ ચાલી છે.દરેક દેશ આ મામલે એકબીજાથી આગળ નિકળવા માટેના પ્રયાસ કરી રહયો છે.પણ આ રેસમાં હવે લાગે છે કે રશિયાએ ખરેખર બાજી મારી લીધી છે.રશિયાએ ૧૨ ઓગસ્ટે રસી બજારમાં ઉતારવાનો દાવો કર્યો છે.પણ તમામ લોકો એ જાણવા માટે ઇચ્છે છે કે આખરે રશિયાએ આટલી જલ્દીથી કોરોના વાયરસની રસી બનાવી કેવી રીતે લીધી તેની પાછળનું રહસ્ય આખરે છે શું.? તો જાણીલો.

રશિયાએ આ વેક્સિનને ખુબ જ ગુપ્ત રીતે તૈયાર કરી છે.મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટીટયુટ ઓફ એપેડેમિક અને માઇક્રોબાયોલોજીમાં દુનિયાની પહેલી વેક્સિન તૈયાર થઇ છે.એક તરફ બીજા દેશો વેક્સિનને લઇને તેના પ્રયોગો અને ડેવલપમેન્ટના તમામ તબક્કાની જાણકારી આપી રહયા છે.ત્યારે ત્યાંજ બીજી તરફ ગુપ્ત રીતે રશિયાએ આ કામને પુરૂ કરી દીધુ છે.તેની વચ્ચે જૂનમાં વેક્સિન પર હ્યુમન ટ્રાયલનું પહેલું ચરણ શરૂ થયુ હતું.જયાં બીજા દેશ ટ્રાયલમાં સામેલ મોટાભાગના લોકોની ઘરેથી જ નજર રાખી રહયા હતા.ત્યાં રશિયાએ ખુબ ગુપ્ત રીતે આ કામ પુરૂ કરી લીધુ છે.તેના પહેલાં પ્રત્યેક પ્રતિભાગીને અલગ અલગ રાખીને તપાસ કરવામાં આવી છે.તેના પછી રશિયાની સરકારી મેડિકલ યુનિવર્સીટી સેચેનોફએ ટ્રાયલ કર્યું.અને કથિત રીતે મનુષ્ય પર તેના ટ્રાયલને સુરક્ષિત માન્યુ છે.

બે ટ્રાયલોમાં વેક્સિનનું પરિક્ષણ કરાયુ છે.જો કે.,અમેરીકા અને બ્રિટેનની સરકારે રશિયા પર આ વેક્સિનને લઇને ડેટા ચોરી કર્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.પણ આ આરોપ તથ્યવિહીન નિકળ્યો હતો.તેની શંકા પાછળ આટલું જલ્દી વેક્સિનનું નિર્માણ પણ થવાનું છે.એક બીજો વિવાદ એ પણ આવ્યો કે રશિયાએ ટ્રાયલ પુરો કર્યા વિના જ વેક્સિન બનાવી લીધી.આ વિશે રશિયાનું કહેવું છે કે.,તેના બે ટ્રાયલ સમગ્ર રીતે સફળ રહયા છે.અને તેના લીધે જ રશિયા વેક્સિન રજીસ્ટર્ડ કરાવી રહયુ છે.

બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમાણે.,આવતીકાલ સુધીમાં રશિયા આ વેક્સિનનું રજીસ્ટ્રેશન કરાવી લેશે. ત્યારપછી તે દુનિયાની સામે આવશે.મંજુરીની સાથે જ રશિયા તેને એક અઠવાડીયામાં તેના નાગરીકો માટે તૈયાર કરી લેશે.જાણકારી પ્રમાણે સપ્ટેમ્બરમાં રશિયા બીજા દેશો માટે મંજૂરીની વાત કરશે.માનવામાં આવી રહયુ છે કે હર્ડ ઇમ્યુનિટી માટે રશિયામાં ૪થી પાંચ કરોડ વસ્તીને રસીકરણ કરવું પડશે.અને આટલી વેક્સિન એક સાથે બનાવવી ઘણી મુશ્કેલીવાળુ છે.અને એટલા માટે જ રશિયા લોકોને પ્રાથમિકતાના આધાર પર વેક્સિન આપશે.

અમેરીકા શા માટે નહીં ખરીદે રશિયાની વેક્સિન..?

તો બીજી તરફ કોરોના મહામારીમાં સૌથી વધારે પ્રભાવિત અમેરીકા એ રશિયાની આ વેક્સિન લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.ખુદ અમેરીકાના રોગ વિશેષજ્ઞ એન્થની ફોસીએ નિવેદન આપતા ક્હયુ કે તે રશિયા અને ચીન બંનેમાંથી એક પણ પાસેથી વેક્સિન નહી ખરીદે કારણ કે આ બંને દેશોને વેક્સિનને લઇને કોઇ પારદર્શીતા નથી.જો કે આ વેક્સીન ટ્રાયલનાં સારાં પરિણામ સામે આવ્યાં છે.અને તેમાં સારી ઈમ્યુનિટી વિકસિત થવાના પુરાવા મળ્યા છે.દાવો છે કે, કોઈ વોલન્ટિયર્સમાં નેગેટિવ સાઈડઈફેક્ટ જોવા નથી મળી.

જો કે.,અમેરિકાની સરકાર પણ માટે પાયે તેની તૈયારી કરી રહી છે.તેના પ્રવક્તાએ કહયુ કે દેશમાં ઘણી સારી વેક્સીન તૈયાર થઈ રહી છે.જેનું ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યું છે.હું આશા રાખું છું કે તેમાંથી ઓછામાં ઓછી એક વેક્સીન અસરકારક અને સુરક્ષિત સાબિત થાય.અને તે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.