Not Set/ રાજકોટઃ ઓનલાઇન પેમેન્ટ લેતી રિક્ષા, લોકોને ફ્રી વાઇફાઇ સાથેની અનેક સુવિધા

રાજકોટઃ 1000 અને 500 ની નોટોને રદ્દ કરવાથી લોકોને ઘણી હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે લોકો હવે ધીરે ધીરે ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. મોલ, થિયેટર, બસ, રેલવે, અને એર લાઇનમાં ઓનલાઇન પેમેન્ટને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ રાજકોટમાં એક રિક્ષા ચાલક પણ ઓનલાઇન પેમેન્ટ લઇ રહ્યો છે. રાજકોટના રિક્ષા ચાલકે કેશલેશ ટ્રાંઝેક્શન […]

Uncategorized

રાજકોટઃ 1000 અને 500 ની નોટોને રદ્દ કરવાથી લોકોને ઘણી હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે લોકો હવે ધીરે ધીરે ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. મોલ, થિયેટર, બસ, રેલવે, અને એર લાઇનમાં ઓનલાઇન પેમેન્ટને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ રાજકોટમાં એક રિક્ષા ચાલક પણ ઓનલાઇન પેમેન્ટ લઇ રહ્યો છે. રાજકોટના રિક્ષા ચાલકે કેશલેશ ટ્રાંઝેક્શન અપનાવ્યું છે. રિક્ષા ચાલક તેની રિક્ષામાં બેસતા લોકો પાસે પેટીએમ મારફતે ભાડૂ લઇ રહ્યો છે.

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ખોડિયારનગરમાં રહેતા ઇલિયાસભાઈ કલાડિયા પાસે  આધુનિક રિક્ષા છે. જેને  ખરેખર કેશલેસ રિક્ષા કહી શકાય, ઇલિયાસભાઈની રિક્ષામાં પેટીએમ, એલસીડી ટીવી અને ફ્રી વાઇફાઇની સુવિધા છે. સમગ્ર દેશમાં નોટબંધીની સમસ્યા છે. ત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને અપનાવવા માટે સરકાર લોકો પાસે આગ્રહ રાખી રહી છે. તો રાજકોટના રિક્ષાવાળા ઇલિયાસભાઈએ પોતાની રિક્ષામાં પેટીએમની સુવિધા પુરી પાડી કેશલેસ ટ્રાન્ઝેક્શનને બખૂબી અપનાવી લીધું છે.

કેશલેસ વ્યવહારની સુવિધાનો લોકો પણ હોંશેહોંશે ઉપયોગ કરી રહ્યા છે. મુસાફરોનું કહેવું છે કે અત્યારે દરેક  જગ્યાએ નોટબંધીના લીધે સમસ્યા નડી રહી છે. તેમા પણ ખાસ રિક્ષામાં મુસાફરી કરતી વખતે તો ફરજિયાત પણે ચલણી નોટથી ભાડું ચૂકવવું પડે છે. પરંતુ ઇલિયસભાઈની રિક્ષામાં પેટીએમની સુવિધા હોવાને કારણે નોટબંધીની સમસ્યા નડતી નથી કારણ કે, કેશલેસ ટ્રાન્ઝેક્શનથી રિક્ષાનું ભાડું ચૂકવી શકાય છે.