Not Set/ રાજકોટ/ ગુજરાતમાં સરકાર અને તંત્ર ‘કાગળ પરનો વાઘ’  છે : ગાયત્રીબા વાઘેલા

 રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજરોજ રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા. ત્યારે કલેકટર કચેરી ખાતે તેઓએ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સમયે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા તેમજ અન્ય કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જયંતિ રવિ ને કોરોના વાયરસ મામલે આવેદન આપવા કલેક્ટર કચેરી […]

Gujarat Rajkot
6f5785b9431a7e3b3492bd657b7691e3 રાજકોટ/ ગુજરાતમાં સરકાર અને તંત્ર 'કાગળ પરનો વાઘ’  છે : ગાયત્રીબા વાઘેલા
 રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજરોજ રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા. ત્યારે કલેકટર કચેરી ખાતે તેઓએ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સમયે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા તેમજ અન્ય કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જયંતિ રવિ ને કોરોના વાયરસ મામલે આવેદન આપવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

આ સમયે રાજકોટ શહેર પોલીસ તેમજ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ને કોરોના વાયરસ મામલે આવેદન આપે તે પહેલાં જ રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમને બાનમાં લેવામાં આવ્યા હતા. જે સમયે વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટ ન થતા કોરોના સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં સરકાર અને તંત્ર ‘પેપર ટાઇગર’ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.