Not Set/ રાજકોટ/ ધસમસતા પ્રવાહમાં તણાઈ બોલેરો કાર, એક વ્યક્તિ લાપતા

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદ વચ્ચે નદીમાં નવા નિરની થઇ આવક થઈ છે. વરસાદના કારણે ખોખડધજ નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. નદીમાં પાણી આવતા પુલ પરથી  પસાર થતી એક બોલેરો પિકપ વાન તણાઇ ગઈ હતી. બોલેરો પિકપ વાનમાં સાથે બે થી ત્રણ વ્યક્તિ પણ પાણીના […]

Gujarat Rajkot
0bdeff7bb2c2963d07ee213709cdc783 રાજકોટ/ ધસમસતા પ્રવાહમાં તણાઈ બોલેરો કાર, એક વ્યક્તિ લાપતા

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદ વચ્ચે નદીમાં નવા નિરની થઇ આવક થઈ છે. વરસાદના કારણે ખોખડધજ નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. નદીમાં પાણી આવતા પુલ પરથી  પસાર થતી એક બોલેરો પિકપ વાન તણાઇ ગઈ હતી.

બોલેરો પિકપ વાનમાં સાથે બે થી ત્રણ વ્યક્તિ પણ પાણીના પ્રવાહમાં તણાયા હોવાનું બહાર આવ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિઓને બચાવ્યા હતા. જેમા એક વ્યક્તિ હજુ લાપતા છે. જેની ફાયર વિભાગ શોધખોળ હાથ ધરી છે. લાપાસરી ગામ જવા માટે બેઠા પુલ પર વાહણ તણાઇ ગયું હતું. 

મહત્વનું છે કે રાજકોટમાં આજે સવારે સાતથી બપોરે એક વાગ્યા સુધી ધીમી ધારે ઝાપટા વરસતા પોણો ઇંચ વરસાદ નોંધાયાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે બપોરે એક વાગ્યાની સ્થિતિએ મળતા અહેવાલ મુજબ રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પડતા આજી-1 ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં એક ફૂટ નવા પાણીની આવક થઇ છે અને હજુ આવક ચાલુ છે. જ્યારે ભાદર-1 માં 0.20 ફુટ, જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સામેના ન્યારી-2માં અડધો ફૂટ તેમજ લાલપરી તળાવમાં 0.10 ફૂટ નવા પાણીની આવક થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.