Not Set/ રાજકોટ/ રાત્રી દરમિયાન રહેશે કર્ફ્યું, જાહેર જનતાને નહિ મળી શકે પેટ્રોલ

રાજ્યમાં કોરોના વાઈરસનો ચક્રવ્યૂહ કસતો જઈ રહ્યો છે. સરકારના લાખ પ્રયત્નો છતાંય કોરોના સામે જંગમાં જીત નથીમળી રહી.રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં ૬૬૦૦થી વધુ કોરોનાના કેસ નોધાઇ ચુક્યા છે. રાજકોટ જીલ્લામાં પણ ૭૫ કરતા વધુ કોરોનાના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે કરોનાને કાબુમાં લેવા માટે ફરી એકવાર રાજકોટ […]

Gujarat Rajkot
b7817a6ae4790bb68a4112a511e9a2fb રાજકોટ/ રાત્રી દરમિયાન રહેશે કર્ફ્યું, જાહેર જનતાને નહિ મળી શકે પેટ્રોલ

રાજ્યમાં કોરોના વાઈરસનો ચક્રવ્યૂહ કસતો જઈ રહ્યો છે. સરકારના લાખ પ્રયત્નો છતાંય કોરોના સામે જંગમાં જીત નથીમળી રહી.રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં ૬૬૦૦થી વધુ કોરોનાના કેસ નોધાઇ ચુક્યા છે. રાજકોટ જીલ્લામાં પણ ૭૫ કરતા વધુ કોરોનાના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે કરોનાને કાબુમાં લેવા માટે ફરી એકવાર રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન કર્ફ્યું નાખવા સરકાર મજબુર બની છે.

આજ રોજ રાજકોટ પોલીસ કમિશ્રને મહત્વનો નિર્ણય લીધો છે. આજ સાંજ 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રાજકોટમાં કરફ્યૂ લાદવાનો રાજકોટ પોલીસ કમિશ્નર દ્વ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કરફ્યૂની સાથે સાંજ 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈ પણ ચીજ વસ્તુઓ સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પણ નહીં મળે તેવો નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથેજ પેટ્રોલ પંપ એસોસિએશને પણ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સમય દરમિયાન સામાન્ય જનતાને વાહનમાં પેટ્રોલ નહીં પુરી આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પોલીસ વાહન, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોમાં જ સાંજના 7 વાગ્યા બાદ પેટ્રોલ પુરી આપવામાં આવશે. પોલીસ કમિશ્નરના નિર્ણય અને સરકારના મહત્વપૂર્ણ નિર્ણય બાદ પેટ્રોલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.